નવી દિલ્હીઃ જાણીતા ગાયક અને ભજનસમ્રાટ તરીકે પ્રખ્યાત થયેલા નરેન્દ્ર ચંચલનું આજે અહીં નિધન થયું છે. તે 80 વર્ષના હતા. પોતાના મધુર સ્વર અને ભજનો દ્વારા ભક્તિ ભાવનાનો પ્રસાર કરનાર નરેન્દ્ર ચંચલએ આજે અહીંની એપોલો હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો. એ છેલ્લા અમુક મહિનાઓથી બીમાર હતા. એમના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. દર વર્ષે 29 ડિસેમ્બરે કટરા સ્થિત વૈષ્ણોદેવી માતાના મંદિરે દર્શન કરવા જવાનો એમણે નિયમ બનાવ્યો હતો.
નરેન્દ્ર ચંચલે ગાયેલા અમુક લોકપ્રિય ગીતોઃ
તુને મુઝે બુલાયા શેરાવાલિયે, મૈં આયા મૈં આયા શેરાવાલિયે (આશા)
બાકી કુછ બચા તો મહંગાઈ માર ગયી (રોટી કપડા ઔર મકાન)
બેશક મંદિર મસ્જિદ તોડો, પ્યાર ભરા દિલ કભી ન તોડો (બોબી)
યારા ઓ યારા, ઈશ્કને મારા (બેનામ)
ચંચલે ગયા વર્ષે નવી દિલ્હીમાં હોળી તહેવાર વખતે કોરોના ભજન પણ ગાયું હતું જે ફેમસ થયું છે. તેની લાઈન છેઃ ‘મૈયા જી, કિઠ્ઠો આયા કોરોના?’
મહાન ગાયિકા અને ભારત રત્ન લતા મંગેશકરે ટ્વીટ કરીને નરેન્દ્ર ચંચલના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
मुझे अभी पता चला की बहुत गुणी गायक, मातारानी के भक्त नरेंद्र चंचल जी का आज स्वर्गवास हुआ. ये सुनके मुझे बहुत दुख हुआ.वो बहुत अच्छे इंसान थे,ईश्वर उनकी आत्मा को शांति प्रदान करें.मैं उनको विनम्र श्रद्धांजली अर्पण करती हूँ.
— Lata Mangeshkar (@mangeshkarlata) January 22, 2021
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ચંચલના નિધન અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
https://twitter.com/narendramodi/status/135255606312
https://youtu.be/_ZUjPQuQqAw
