‘આઝાદીદિવસ ગીત’માં અમિતાભ, લતાજી, બોલીવુડ-હસ્તીઓએ આપ્યો સ્વર

મુંબઈઃ ભારત દેશ 15મી ઓગસ્ટે 75મો સ્વાતંત્ર્ય દિવસ ઊજવશે. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે એક વિશેષ દેશભક્તિ ગીત તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, ‘ભારત રત્ન’ પાર્શ્વગાયિકા લતા મંગેશકર તથા બોલીવુડની અન્ય હસ્તીઓએ સ્વર આપ્યો છે. આ ગીતનું શીર્ષક છે ‘હમ હિન્દુસ્તાની’. આ ગીતમાં સંગીતની ધૂન પર 15 બોલીવુડ હસ્તીઓનો સ્વર સાંભળવા મળશે. અમિતાભ અને લતાજી ઉપરાંત અન્ય સેલિબ્રિટીઓ છેઃ પદ્મિની કોલ્હાપુરે, અનિલ અગ્રવાલ, સોનુ નિગમ, કૈલાશ ખેર, અલકા યાજ્ઞિક, શબ્બીર કુમાર, શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિન્હા, શ્રુતિ હાસન, તારા સુતરિયા, અંકિત તિવારી, સિદ્ધાંત કપૂર અને જન્નત ઝુબેર.

અમિતાભ બચ્ચને એમના ટ્વિટર હેન્ડલ પર આ ગીતની એક નાનકડી ક્લિપ શેર કરી છે અને લખ્યું છેઃ ‘ના હારે થે ના હારે હૈં… અમારા સહુ તરફથી આપ સહુને સમર્પિત કરું છું હમ હિન્દુસ્તાની ગીત… 13મી ઓગસ્ટે આ આઝાદી દિન સપ્તાહાંત આ રિલીઝ કરાશે.’ વિડિયોમાં સ્ક્રીન પર રાષ્ટ્રધ્વજ રંગો વડે ચિતરાતો જોઈ શકાય છે અને પછી અમિતાભ બચ્ચનનો ઘેરો અને ભાવપૂર્ણ સ્વર સંભળાય છે, ‘આજ પૂરા ભારત યે કહના ચાહ રહા હૈ…’ આ ગીતને ધમાકા રેકોર્ડ્સ દ્વારા રિલીઝ કરાશે. ગીતનું નિર્માણ પ્રિયાંક શર્મા અને પારસ મેથાએ કર્યું છે. આ ગીતની એક ઝલક માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

The song titled ‘Hum Hindustani’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]