‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જાગતિકસ્તરે નેટફ્લિક્સ પર નંબર-1 બિન-અંગ્રેજી ફિલ્મ

મુંબઈઃ સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત અને આલિયા ભટ્ટ અભિનીત હિન્દી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ અગ્રગણ્ય ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ધમાલ મચાવી દીધી છે. રિલીઝ કરાયાના એક જ અઠવાડિયાની અંદર તે વિશ્વસ્તરે નેટફ્લિક્સ પર નંબર-1 બિન-અંગ્રેજી ફિલ્મ બની છે.

આ ફિલ્મને એક કરોડ 38 લાખ એક હજાર કલાકો માટે જોવામાં આવી છે. કેનેડા, બ્રિટન, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને યૂએઈ સહિત દુનિયાભરના 25 દેશોમાં ટોપ-10 ફિલ્મોમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની ગણના થઈ છે.

 

પોતાની ફિલ્મની આ સિદ્ધિ બદલ ભણસાલીએ કહ્યું છે કે, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ મારે મન સ્પેશિયલ ફિલ્મ છે. દર્શકોએ એને થિયેટરોમાં રિલીઝ કરાઈ હતી ત્યારે પણ વખાણી હતી અને હવે નેટફ્લિક્સ ઉપર પણ વખાણાઈ છે. અમને એ જાણીને ખૂબ આનંદ થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]