દહેરાદૂનઃ બોલીવૂડ એક્ટર અક્ષયકુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ત્રીજી જૂને રિલીઝ એટલે કે આજે રિલીઝ થઈ છે, ત્યારે ઉત્તરાખંડમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન પુષ્કર ધામીએ ગઈ કાલે એની જાહેરાત સોશિયલ મિડિયા પર કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકોએ આ ફિલ્મ ખાસ જોવી જોઈએ, કેમ કે એ ફિલ્મ રાજા પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત છે અને એ દેશભક્તિ અને વીરતા પર બનેલી ફિલ્મ છે. આ અગાઉ આ ફિલ્મ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશે પણ આ ફિલ્મને કરમુક્ત જાહેર કરી છે.
Kuwait, Oman ban ‘Samrat Prithviraj’ in run up to its releaseઆ ફિલ્મનું મૂળ નામ ‘પૃથ્વીરાજ’ હતું, પણ નામ બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરવામાં આવ્યું હતું, કેમ કે નિર્ધારિત રિલીઝના એક સપ્તાહ પહેલાં કરણી સેના દ્વારા કોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. માર્ચ, 2022માં કરણી સેનાએ આ ફિલ્મની વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને આશ્વાસન માગ્યું હતું કે આ ફિલ્મના ઐતિહાસિક તથ્યો સાથે કોઈ છેડછાડ નહીં થાય.
માનુષી છિલ્લરની આ ડેબ્યુ ફિલ્મ છે. અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં થિયેટરોમાં રિલીઝ થશે. અક્ષયે કહ્યું હતું કે અમારી ફિલ્મ પરાક્રમી રાજાના સાહસ અને પરાક્રમને સલામ કરે છે.
આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે સજય દત્ત, સોનુ સુદ, માનવ વીજ, આશુતોષ રાણા, સાક્ષી તન્વર મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મને ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજ ફિલ્મે એને પ્રોડ્યુસ કરી છે.