મુંબઈઃ સિંગર અભિજિત ભટ્ટાચાર્યે બોલીવૂડના કેટલાય એક્ટર્સ માટે ગીતો ગાયાં છે. એમાંથી કેટલાક મોટા સ્ટાર્સ બના ગયા તો કેટલાક ગુમનામ થઈ ગયા. હાલમાં અભિજિતિ કહ્યું છે કે અક્ષયકુમાર અને સુનીલ શેટ્ટીની સફળતા પાછળ તેમનો હાથ છે. પહેલાં અક્ષય કુમારને ‘ગરીબોના મિથુન ચક્રવર્તી’ માનવામાં આવતો હતો, એમ તેમણે કહ્યું છે.
અભિજિત ભટ્ટાચાર્યે 90ના દાયકાના લોકપ્રિય ગીતો शहर की लड़की, जरा सा झूम लूं मैं માં અન્યને પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું કહેવું હતું કે તે સ્ટાર્સનાં ગીતો ગાવા માટે બનેલા છે. અક્ષય કુમાર બોલીવૂડના સૌથી ફેમસ એક્ટરોમાંનો એક છે. તેની સાથે તેને ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સમાં ગણાય છે. અક્ષય કુમાર અને અન્ય સ્ટાર્સ વિશે અભિજિતે કહ્યું હતું કે મને માત્ર સ્ટાર્સનાં માટે ગીતો ગાવા પૂરતો બનાવ્યો છે, એક્ટર્સ માટે નહીં. હું ગમે તેટલું સારું ગાઉં, પણ જો સામેવાળી વ્યક્તિ સ્ટાર્સ નહીં હોય તો એનો કોઈ લાભ નહીં થાય.
તેમણે વધુમાં કહ્યું હતું કે મારા મ્યુઝિકે અક્ષય કુમારને ‘સ્ટાર’ બનાવ્યો. જ્યારે તે લોન્ચ થયો, ત્યારે તે ‘સ્ટાર’ નહોતો. તેને પહેલાં ‘ગરીબોના મિથુન ચક્રવર્તી’ના નામથી ઓળખાય છે. જેમ મિથુન ચક્રવર્તી ગરીબોના અમિતાભ બચ્ચન કહેવામાં આવતો હતો. મ્યુઝિક બહુ શક્તિશાળી હોય છે. એક એક્ટરને ‘સ્ટાર’ બનાવી શકે છે. મારો અવાજ એ બધાને માફક આવે છે, જે એક્ટર્સ છે, જે સ્ટાર્સ નહોતા, પણ મારાં ગીતોએ તેમને ‘સ્ટાર’ બનાવ્યાં છે, એમ તેમણે કહ્યું હતું.