આલિયા ભટ્ટ પછી હવે દીપિકા પાદુકોણ બનવાની છે માતા?

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોમાં બોલીવૂડ સેલેબ્સે ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે. આલિયા ભટ્ટ-રણબીર કપૂરથી માંડીને બિપાશા બાસુ-કરણ સિંહ ગ્રોવર સુધીના સેલેબ્સે  પોતાના પહેલા સંતાનને જન્મ આપ્યો છે અને જિંદગીની નવી શરૂઆત કરી છે, પણ કેટલાક સેલેબ્રિટી એવા પણ છે કે જેના સારા સમાચાર સાંભળવા માટે ફેન્સ ઉતાવળિયા છે. એમાંથી એક છે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. બંનેનાં લગ્નને ચાર કરતાં વધુનો સમય થયો છે, પરંતુ બંનેના ઘરે પારણું નથી બંધાયું. અનેક વાર દીપિકાની પ્રેગનન્સીની અફવા ઊડી, પણ અત્યાર સુધી ફેન્સ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે.

જોકે હવે દીપિકા ફેન્સને ટૂંક સમયમાં સારા સમાચાર આપે એવી શક્યતા છે અને એ ખુદ દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આવનારા 10 વર્ષોમાં હું ખુદને એવી જગ્યાએ જોવા ઇચ્છું છું, જ્યાં માપા ત્રણ બાળકો હશે. જેમને હું મારી સાથે શૂટ પર લઈ જઈશ.મારો  પણ એક નાનો અને હસતોરમતો પરિવાર હશે. તેણે એ પણ કહ્યું હતું કે તે પરિવાને સમય આપતાં પોતાની એક્ટિંગ કેરિયરને પણ જારી રાખશે.

દીપિકા પાદુકોણે એ વાત 2013માં રાજીવ મસંદના રાઉન્ડ ટેબલ શોમાં કહી હતી. એટલે કે દીપિકાની એ વાતને આશરે 10 વર્ષથઈ રહ્યાં છે, પણ એક્ટ્રેસે અત્યાર સુધી ફેન્સેને ખુશખબર નથી આપ્યા. ત્યારે દીપિકાએ ત્રણ બાળકોની ઇચ્છા જાહેર કરી હતી. આવામાં અપેક્ષા છે કે આલિયા ભટ્ટ પછી દીપિકા પાદુકોણ ફેન્સને ટૂંક સમયમાં ગુડ ન્યૂઝ આપશે.