કંગના રણોત એક ઝટકામાં થઈ શકે છે કંગાળ

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોત તેની આવનારી ફિલ્મ ઇમરજન્સીને પૂરી કરવામાં લાગી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા કરી રહી છે. કંગના આ ફિલ્મના કાસ્ટથી માંડીને ફિલ્મના શૂટિંગ લોકેશનમાં રેકી કરવા માટે આકરી મહેનત કરી છે. તે સમયાંતરે સોશિયલ મિડિયા પર ફોટો શરે કરતી રહે છે. હવે કંગના ફિલ્મના શિટિંગ રેપઅપની માહિતી ઇન્સ્ટાગ્રામ પર મોટી પોસ્ટ શેર કરીને આશ્ચર્યચકિત કરતો ખુલાસો કર્યો છે. કંગનાના ખુલાસા પર અનુપમ ખેરે પણ રિએક્ટ કર્યું હતું.

કંગના રણોત આખાબોલી છે, એ બધા જાણે છે. કંગના દરેક ફિલ્મ માટે આકરી મહેનત કરી છે, પણ ઇમરજન્સીના શૂટિંગની માહિતી આપતાં ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં ટીમ સાથે તે બેઠેલી નજરે ચઢે છે. ઇન્દિરાની જેમ હેરસ્ટાઇલ અને કોસ્ચ્યુમમાં કંગના દેખાઈ રહી છે.

કંગનાએ આ ફિલ્મ માટે તેની બધી સંપત્તિ ગિરવી રાખી છે તેને પહેલાં શેડ્યુલમાં ડેંગ્યુ થઈ ગયો હતો. કંગનાએ આગળ લખ્યું હતું કે પોતાનાં સપનાઓ માટે હાર્ડવર્ક કરવું જ જોઈએ. આ મારા માટે એક પુનર્જન્મ છે અને હું હાલ જે અનુભવી રહી છું એવું મેં પહેલાં કયારેય અનુભવ્યું નથી. કંગનાએ આના માટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ લખી હતી.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]