આમિરે ‘લાલ સિંહ ચઢ્ઢા’નો નવો લુક શેર કર્યો

મુંબઈઃ આપણ કેટલીય મશહૂર હસ્તીઓને ફિલ્મોમાં એક પોલીસવાળાની ભૂમિકા ભજવતા જોઈ છે, પણ ‘સરફરોશ’માં ASP અજય સિંહ રાઠોડના રૂપમાં હંમેશા યાદ રહે છે. ગુનેગારોને પકડવાની વાત હોય કે દર્શકોને આશ્ચર્યમાં મૂકવાની વાત હોય એક અધિકારીની ભૂમિકામાં આમિરે દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું છે. આમિરના પ્રશંસકો ફરી એક વાર એક્ટરને વર્દીમાં જોવાની રાહ જોવાની જરૂર નથી.

આમિરે ‘લગાન’ની રિલીઝના 20 વર્ષ પૂરાં થવા પર ફેન્સ ને વિડિયો સંદેશ શેર કર્યો હતો. આ વિડિયોમાં આમિરે સેનાના એક અધિકારીની વર્દી પહેરી છે, જે બહુ આકર્ષક અને સરસ દેખાઈ રહી છે. જોકે તે આશુતોષ ગોવારીકરની હિટ ફિલ્મ વિશે વાત કરી હતી, પણ આ નવા વિડિયોમાં આમિર ખાન હેન્ડસમ દેખાય છે.

બે વર્ષ પહેલાં બર્થડેના દિવસે આમિરે તેની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની ઘોષણા કરી હતી, જેનું ડિરેક્શન અદ્વૈત ચંદન કરી રહ્યા છે. એરિક રોથ અને અતુલ કુલકર્ણી દ્વારા લિખિત આ ફિલ્મ ટોમ હૈક્સની 1994ની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે, જે વિન્સ્ટન ગ્રુમ્સની નોવેલ પર આધારિત છે. આ રિમેકમાં કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે અને આ ફિલ્મથી નાગા ચૈતન્ય બોલીવૂડ ડેબ્યુ કરશે.

મહારાષ્ટ્રમાં કોરોનાને લીધે લાગેલા લોકડાઉન પછી અનલોકમાં ફિલ્મોના શૂટિંગ ફરી શરૂ થયાં છે. આમિર ખાને પોતાના પ્રોડક્શન હાઉસમાં બનનારી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ના શૂટિંગ શરૂ કર્યું છે. લગાનની રિલીઝને 15 જૂને 20 વર્ષ પૂરાં થતાં આમિરે ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]