સ્પેનિશ ફિલ્મની હિન્દી-રીમેકમાં આમિર બનશે દિવ્યાંગ-ખેલાડીઓનો કોચ

મુંબઈઃ ખેલકૂદના વિષય પર બનાવવામાં આવેલી અને 2018માં આવેલી સ્પેનિશ ફિલ્મ ‘Campeones’ ની હિન્દી રીમેક બનાવવા માટે આમિર ખાન અને તામિલ દિગ્દર્શક આર.એસ. પ્રસન્નાએ હાથ મિલાવ્યા હોવાનો અહેવાલ છે. આ ફિલ્મમાં આમિર એક શરાબી અને ઉદ્ધત કોચની ભૂમિકા ભજવશે. એ દિવ્યાંગ ખેલાડીઓનો કોચ હોય છે. વાસ્તવમાં આ એક પ્રેરણાત્મક સ્પોર્ટ્સ ફિલ્મ છે. કોચ પાસેથી તાલીમ પામેલા દિવ્યાંગ ખેલાડીઓ દુનિયાભરમાં અનેક સ્પર્ધાઓમાં જીત હાંસલ કરે છે. મૂળ ફિલ્મમાં બાસ્કેટબોલની રમતને ફોકસમાં રાખવામાં આવી છે, પણ હિન્દી રીમેકમાં એવી રમત પસંદ કરવામાં આવશે જે ભારતીય દર્શકોને વધારે ગમે.

આમિર ખાન હાલ એની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ને પૂરી કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મ હોલીવૂડની ‘ફોરેસ્ટ ગમ્પ’ ફિલ્મની હિન્દી રીમેક છે. તે પોતાની આ ફિલ્મને આ વર્ષના અંતભાગમાં રિલીઝ કરવા ધારે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]