પોપસ્ટાર રિહાના, ગ્રેટા થનબર્ગનો પણ ખેડૂત-આંદોલનને ટેકો

 બ્લુમબર્ગઃ કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો 74 દિવસથી આંદોલન કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોને ગ્લોબલ સેલિબ્રિટીઝ તરફથી પણ ટેકો સાંપડી રહ્યો છે. પોપસ્ટાર રિહાના અને ગ્રેટા થનબર્ગ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝે ખેડૂતોની તરફેણમાં ટ્વીટ કર્યાં છે. રિહાનાએ ટ્વિટર પર ખેડૂત આંદોલનના ન્યૂઝ શેર કરતાં લખ્યું છે કે આપણે આ વિશે કેમ વાત નથી કરતા?  પર્યાવરણ ગ્રેટા થનબર્ગે કહ્યું હતું કે અમે ભારતમાં ખેડૂતોના પ્રદર્શનમાં એકજૂટ બનીને ઊભા છીએ.

પોપસ્ટાર રિહાનાએ શું કહ્યું?

કેરેબિયન પોપસ્ટાર રિહાનાએ ગઈ કાલે સાંજ સુધીમાં ખેડૂતોના પ્રદર્શન સાથે સંકળાયેલા એક ન્યૂઝ શેર કર્યા છે. આ સમાચાર ખેડૂતોના પ્રદર્શન સ્થળની આસપાસ ઇન્ટરનેટ બંધ કરવાના હતા. રિહાનાએ આ સમાચાર શેર કરતાં લખ્યું હતું કે આપણે આ વિશે વાતચીત કેમ નથી કરી રહ્યા? રિહાનાએ હેશટેગમાં #FarmersProtestની સાથે ટ્વીટ કર્યું હતું.

ગ્રેટા થનબર્ગે શું કહ્યું

રિહાનાએ ટ્વીટ કર્યા પછી પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ ખેડૂત આંદોલનને ટ્વીટ કરી દીધું હતું. ગ્રેટાએ ટ્વિટર પર લખ્યું હતું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની સાથે એકજૂટ છીએ. ગ્રેટા થનબર્ગને વર્ષ 2019માં અમેરિકી મેગેઝિન ટાઇમે ‘પર્સન ઓફ ધ યર’ જાહેર કરી હતી. ગ્રેટા થનબર્ગની એ સમયે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તૂતૂ મેંમેં થઈ હતી.

ભૂતપૂર્વ એડલ્ટ સ્ટાર મિયા ખલિફાએ કહ્યું હતું કે માનવાધિકાર ઉલ્લંઘન કેમ થઈ રહ્યું છે? તેમણે નવી દિલ્હીની આસપાસ ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું.

 

જોકે ખેડૂત આંદોલન પર ટ્વીટ કરી રહેલ આંતરરાષ્ટ્રીય સેલેબ્સને વિદેશ મંત્રાલયે આપ્યો સણસણતો જવાબ, કહ્યું- આ પ્રકારના મુદ્દાઓ પર ટિપ્પણી કરતાં પહેલા તથ્ય ચકાસો.