ડૉ. પ્રીતિ અદાણીનું AVPN ગ્લોબલ કોન્ફરન્સમાં સહયોગથી સમાજ નિર્માણનું આહ્વાન

અમદાવાદ: અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ હોંગકોંગમાં આયોજિત AVPN ગ્લોબલ કોન્ફરન્સ-2025માં સંબોધન કર્યું. જેમાં તેમણે બીજાને મદદ કરનારા લોકો, વ્યવસાયિકો અને સમાજમાં પરિવર્તન લાવી રહેલા સહુને ફક્ત મદદ ન કરીને સાથે મળીને નવા સમાજનું નિર્માણ કરવા પ્રેરણાદાયક અપીલ કરી હતી. ડૉ. પ્રીતિ અદાણીએ જણાવ્યું કે સામાજિક વિકાસ માટે આવનારા સમયમાં એક મોટો જમ્પ આવશે. જે પ્રત્યેક પરોપકારી સંસ્થાઓ, બિન સરકારી સંગઠ્ઠનો અને હિસ્સેદારોને એક જ પ્લેટફોર્મ પર લાવશે. જેનાથી દરેક પોતાના મળતા બોધ કે શીખ વહેંચીને પ્રભાવક ગુણાકારથી સહિયારા પ્રયાસોનો સેતુનું રચના કરી શકે છે. તેમણે ઉપસ્થિત સહુને કહ્યું હતું કે પરોપકારની સાચી તાકાત અલગ-અલગ યોગદાનમાં નથી પરંતુ સુગ્રથિત કાર્યવાહીમાં છે. વાસ્તવિક પરિવર્તન ત્યારે લાવી શકાય છે જ્યારે આપણે સહુ સાથે મળીને કામ કરી સંસાધનોનું એકત્રીકરણ કરીને, તેને ખુલ્લું મૂકીએ છીએ. આ માટે આપણે ફક્ત સખાવતીઓ જ નહીં પણ સહ-નિર્માતા બનવું જોઈએ.

ડો.પ્રીતિ અદાણીએ વિશ્વભરમાં પરોપકારીઓની સંખ્યા વધે તેના બદલે ગૌરવ અને પરિવર્તનની માનવીય ગાથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે એવા એક સહયોગ પ્લેટફોર્મ બનાવવાની ભારપૂર્વક હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે સંખ્યાબળની અસર કરતા તેની પાછળ રહેલી આશા, પરિવર્તન અને સક્તિકરણની કથનીઓ વિશે વાત થવી જોઈએ.

AVPNના CEO નૈના સુબ્બરવાલ બત્રાએ ડૉ. પ્રીતિ અદાણીના સંબોધનને એક સ્પષ્ટ અને નિડર પગલાં લેવાનું શક્તિશાળી આહ્વાન ગણાવ્યું. તેમણે જણાવ્યું કે, “ડો. પ્રીતિ અદાણીએ અમને યાદ અપાવ્યું છે કે આપણે અનિશ્ચિતતા વચ્ચે પણ કાર્ય કરવાની અને એશિયા માટે ટકાઉ અને સમાન ભવિષ્યનો પાયો સ્થાપવા માટે ઉકેલોની દિશામાં રોકાણ કરવાની જરૂર છે. અમે AVPN ખાતે ઠોસ કાર્યવાહીના આ આહવાનને વધાવીએ છીએ.”

ડૉ. પ્રીતિ અદાણીએ સહિયારી આ ચળવળ માટે બિન-ચર્ચાને પાત્ર ત્રણ બાબતોની રૂપરેખા આપી હતી. જેમાં પ્રથમ સહ-નિર્માણ કે જ્યાં દરેક ભાગીદાર દાતા તરીકે નહીં, પરંતુ કાયમી પરિવર્તનના નિર્માતા તરીકે જોડાય છે. બીજું લાભાર્થી નહીં, પણ ગુણાકાર કે જ્યાં આપણે શું આપીએ છીએ તેના પ્રભાવના સાચા માપ પર નહી, પરંતુ પરિવર્તનના ગુણાકાર તરીકે આપણે લાભાર્થીઓને કેવી રીતે વિસ્તૃત કરીએ છીએ તેના પર છે. છેલ્લે કૌશલ્યોને મૂલ્યો સાથે જોડવા જોઇએ. કારણ કે. મૂલ્યો વિનાની કુશળતા પાયા વિનાની ઇમારતો છે. તેમને એક તાંતણે જોડો- અને પેઢીઓનું નિર્માણ કરો.જેવી બાબતોનો સમાવેશ થાય છે.અંતમાં ડૉ. પ્રીતિ અદાણીએ હાજર સહુને પ્રતીકાત્મક અભિગમથી આગળ વધીને સક્રિય રીતે સહયોગ કરવા, એકબીજા પાસેથી શીખવા, શ્રેષ્ઠ પ્રથાઓ આપસમાં વહેંચવા અને ઉચ્ચ લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રેરણા આપવા અરજ કરી હતી.