અમેરિકા: સોશિયલ મીડિયા પર હાલમાં એક વિડીયો ખૂબ જ વાયરલ બન્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની પાછળથી એક તેજસ્વી UFO પસાર થતો નજરે પડે છે. X પર બે હેન્ડલ્સ છે જેમણે દાવો કર્યો છે કે, સ્પેસ સ્ટેશન પાછળથી એલિયન યાન ગયુ છે. જેને જોતા જ NASAએ સ્પેસ સ્ટેશનથી ચાલી રહેલું લાઈવ સ્ટ્રીમ બંધ કરી દીધુ છે.
નાસાએ લાઈવ સ્ટ્રીમ રોક્યું
અત્યાર સુધી અંતરિક્ષમાં ડ્રોન્સના જવાની કોઈ ટેક્નોલોજી કોઈ દેશે વિકસિત નથી કરી. તેથી એવું ન કહી શકાય કે, આ સ્પેસ ડ્રોન્સ છે. આ રોશનીને લોકોએ લગભગ 40 મિનિટ સુધી લાઈવ સ્ટ્રીમમાં જોયું. ત્યારબાદ નાસાએ લાઈવ સ્ટ્રીમ બંધ કરી દીધુ હતું.
🚨 NASA Cuts Live Feed After UFO Sighting 🚨
Just an hour ago, NASA’s live stream was abruptly cut as a strange, mysterious craft came into view. The footage—slightly sped up—shows UAPs crossing the screen before the feed goes dark.
Drones don’t work in space. So what was this?… pic.twitter.com/bUsEamgp2w
— Jim Ferguson (@JimFergusonUK) December 17, 2024
X હેન્ડલ @JimFerguonUK લખ્યું છે કે, નાસાએ UFO જોયા બાદ લાઈવ સ્ટ્રીમ બંધ કરી દીધું. એક કલાક પહેલા નાસાએ અચાનક લાઈવ સ્ટ્રીમ બંધ કરી દીધું. આ ત્યારે થયું જ્યારે એક રહસ્યમય અંતરિક્ષયાન કેમેરામાં નજર આવે છે. આ ફૂટેજની સ્પીડને થોડી વધારવામાં આવી છે. UFO આખી સ્ક્રીનને ક્રોસ કરીને અંધારામાં જતો નજર આવી રહ્યો છે. જિમે સવાલ કર્યો કે, અંતરિક્ષમાં ડ્રોન તો કામ નથી કરતા તો પછી આ શું છે? નાસાએ લાઈવ સ્ટ્રીમિંગ કેમ બંધ કરી દીધું. શું નાસા નથી ઈચ્છતું કે અમે આ બધી વસ્તુઓ પણ જોઈએ. જિમના આ ટ્વીટને 1.9 મિલિયન વ્યૂઝ મળ્યા છે. 2 હજારથી વધુ વખત શેર કરવામાં આવ્યું છે.
આ પહેલા તેને @Truthpolex નામના X નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યું હતું. તેને 3.34 લાખ વ્યૂઝ મળ્યા હતા. લગભગ 403 વખત શેર કરવામાં આવ્યું હતું.
ગત વર્ષે શું કહ્યું હતું નાસાએ?
ગત વર્ષે સપ્ટેમ્બરમાં નાસાએ કહ્યું હતું કે, અમને નથી ખબર કે UFO અથવા UAP શું હોય છે. પરંતુ એટલી ચોક્કસપણે ખબર છે કે તેનું બીજી દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં અમારી પાસે જે પુરાવા છે તેનાથી એવું નથી લાગી રહ્યું કે, UAPનો બીજી દુનિયા સાથે સબંધ છે. અમે તેના પર સ્ટડી કરીશું. વૈજ્ઞાનિક રીતે સ્ટડી કરીશું.
નાસાએ વાયદો કર્યો હતો કે, અમે વૈજ્ઞાનિક રીતે આ એલિયન્સ અથવા યુ.એફ.ઓ. અંગે સર્ચ કરીશું. ટેકનિકલ નિષ્ણાતોની મદદ લઇશું. એલિયન્સ દેખાવું અથવા તેનું યાન એટલે કે UFO હંમેશાથી ચર્ચા અને વિવાદનો વિષય રહ્યો છે. અમેરિકાએ UFO ને અલગ નામ ‘UAP – Unidentified Anomalous Phenomena’થી બોલાવવાનું શરૂ કર્યું છે. નાસાએ ગત વર્ષે તેની સ્ટડી માટે એક ટીમ બનાવી હતી.