ગ્લાસગોઃ ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલવિજેતા 28 વર્ષીય નીરજ ચોપરાએ પોતાના બીજા પ્રયાસમાં 85.83 મીટરનો થ્રો કર્યો, જે આ સીઝનમાં તેમનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. આ પ્રદર્શનને આધારે તેણે રજત પદક જીતવામાં સફળતા મેળવી હતી. ભલે નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતવામાં સફળ ન રહ્યો હોય, પરંતુ તેણે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં આવું કરનાર પ્રથમ ભાલાફેંક ખેલાડી
નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ભાલાફેંક (જેવેલિન થ્રો) સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર બંને પદક જીતનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે 2018માં ભાલાફેંક સ્પર્ધામાં 86.47 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
હવે ગ્લાસગો ગેમ્સમાં 85.83 મીટરનો થ્રો કરીને તેણે સિલ્વર મેડલ મેળવ્યો છે. નોંધનીય છે કે 2010ના કોમનવેલ્થ ગેમ્સમાં ભાલાફેંક ખેલાડી કાશીનાથ નાઇકે 74.29 મીટરના થ્રો સાથે કાંસ્ય પદક જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ભારત માટે ભાલાફેંકમાં પદક જીતનાર તે પ્રથમ ખેલાડી હતો.
નીરજ બન્યો ભારતનો સૌથી સફળ કોમનવેલ્થ ગેમ્સ ભાલાફેંક ખેલાડી
ભારતીય રાષ્ટ્રીય રેકોર્ડ ધારક નીરજ ચોપરા પહેલેથી જ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે-બે પદકો જીતી ચૂક્યો છે, પરંતુ શુક્રવારની આ સિદ્ધિ તેના માટે ખાસ રહી, કારણ કે ગયા વર્ષે તે ઇજાઓથી પરેશાન રહ્યો હતો અને કોમનવેલ્થ ગેમ્સ પહેલાં તેણે માત્ર દોહા ડાયમન્ડ લીગમાં જ ભાગ લીધો હતો.
કોમનવેલ્થ ગેમ્સમાં પદક જીતનારા ભારતીય ભાલાફેંક ખેલાડીઓ
- કાશીનાથ નાઇક – 2010 – 74.29 મીટર થ્રો – કાંસ્ય પદક
- નીરજ ચોપરા – 2018 – 86.47 મીટર થ્રો – ગોલ્ડ મેડલ
- નીરજ ચોપરા – 2026 – 85.83 મીટર થ્રો – રજત પદક
- યશવીર સિંહ – 2026 – 85.41 મીટર થ્રો – કાંસ્ય પદક
एक ही मैदान… दो भारतीय, दो पदक और अनगिनत गर्व के पल! 🇮🇳🥈🥉
कॉमनवेल्थ गेम्स 2026 की पुरुष भाला फेंक स्पर्धा में नीरज चोपड़ा ने रजत पदक और यशवीर सिंह ने कांस्य पदक जीतकर तिरंगे का मान विश्व मंच पर और ऊंचा कर दिया।
यह उपलब्धि भारतीय एथलेटिक्स की बढ़ती ताकत और हमारे खिलाड़ियों के… pic.twitter.com/BIISvgR9Ly
— Harsh Sanghavi (@sanghaviharsh) August 1, 2026
નીરજ ચોપરાના કારકિર્દીના મુખ્ય પદકો
- ઓલિમ્પિક: ગોલ્ડ (ટોક્યો 2020), સિલ્વર (પેરિસ 2024)
- વર્લ્ડ ચેમ્પિયનશિપ: ગોલ્ડ (બુડાપેસ્ટ 2023), સિલ્વર (ઓરેગન 2022)
- ડાયમન્ડ લીગ: પ્રથમ સ્થાન (2022), દ્વિતીય સ્થાન (2023, 2024, 2025)
- કોમનવેલ્થ ગેમ્સ: ગોલ્ડ (ગોલ્ડ કોસ્ટ 2018), સિલ્વર (ગ્લાસગો 2026)




