આજે સી.આર.પાટીલ સુરતની મુલાકાતે હતા. સુરતના સરસાણા ખાતે જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં રાષ્ટ્ર પ્રેમ જોઇને સી.આર પાટીલે તેના વખાણ કાર્ય હતા. તેમજ ડાયમંડથી બનેલી વસ્તુઓ જોઇને સી.આર.પાટીલે જવેલર્સની કલાકારીના પણ વખાણ કર્યા હતા.
આ દરમિયાન સી.આર પાટીલે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં સી.આર.પાટીલે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન વિરુદ્બ અત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પણ કફોળી છે. ભિખારી કરતા પણ નબળી આર્થિક પરિસ્થિતિ પર છે. પાકિસ્તાન વિદેશમાં રહેલા પોતાના બિલ્ડીંગો પણ વેહચી રહ્યુ છે.
તેમજ આગળ જણાવ્યું છે કે, પોતાના દેશના ગધેડાઓને વેચીને પાકિસ્તાન દેશનું ગુજરાન ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ બતાવે છે કે દેશની પરિસ્થિતિ કેટલી કફોળી છે. આતંકવાદીઓને પ્રોત્સાહિત કરવા અને તેને આશરો આપે તેનું જ આ પરિણામ છે. જેના કારણે પાકિસ્તાની નાગરિકો પણ તેનો ભોગ બની રહ્યા છે. કમનસીબે આપણી એ છે કે આતંકવાદીઓને પ્રોત્સાહન આપે છે જેના કરને લોકોમાં બિલાવલ ભુટ્ટો વિરુદ્બની ભાવના જોવા મળી રહી છે.