સીપી રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે

મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે. ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી છે. સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના રહેવાસી છે. ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં ઉગ્ર ચર્ચા બાદ તેમના નામ પર નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકમાં પીએમ મોદી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીની હાજરીમાં રાધાકૃષ્ણનનું નામ મંજૂર કરવામાં આવ્યું.

જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપ સંસદીય બોર્ડે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામ નક્કી કર્યું છે. અમે ઉપરાષ્ટ્રપતિનું નામ સર્વાનુમતે નક્કી કરવા માંગતા હતા. સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે અમારા ઉમેદવાર હશે. હાલમાં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.