જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં આવેલી સૌથી મોટી મહિલા મહારાણી કોલેજમાં ત્રણ મજાર મળી છે, જેને લઈને હવે વિવાદ ઊભો થયો છે. સોશિયલ મિડિયામાં તેનો એક વિડિયો પણ ભારે વાયરલ થઈ રહ્યો છે. વિવાદનું કારણ એ છે કે આ મજાર કોલેજના કેમ્પસની અંદર છે. હિન્દુ સંગઠનોનો દાવો છે કે વકફ કાયદાને આધારે જમીન હડપવા માટે આ એક ષડયંત્ર છે. પોલીસે આ મામલે નોંધ લીધી છે અને કોલેજ વહીવટી તંત્રની પૂછપરછ કરવામાં આવી રહી છે.
વિવાદ શું છે?
ધરોહર બચાવો સમિતિના અધ્યક્ષ એડવોકેટ ભરત શર્માએ કહ્યું કે આ મજારોનું નિર્માણ એક ષડયંત્ર હેઠળ કરવામાં આવ્યું છે અને ગેરકાયદે રીતે જમીન હડપવા માટે કરાય છે. શર્માએ આ મામલે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે અને એમ પણ કહ્યું છે કે જો કાર્યવાહી નહીં થાય તો વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે.
કોલેજ વહીવટી તંત્રનું શું કહેવું છે?
કોલેજનાં પ્રિન્સિપાલ પાયલ લોધાએ કહ્યું હતું કે તેમણે આ મામલે માહિતી લીધી છે, પરંતુ મજારો વિશે હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. લોધાએ કહ્યું હતું કે તેઓ ડિસેમ્બરમાં જ પ્રિન્સિપાલ તરીકે જોડાયા છે અને તેમને એટલું જ જાણવા મળ્યું છે કે આ મજારો કેટલાંક વર્ષ જૂની છે. તેમનું કહેવું છે કે આ તો એક શૈક્ષણિક સંસ્થા છે અને અહીંનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણનો જ હોવો જોઈએ.
जयपुर के महारानी कॉलेज में रातों रात बनाई 3 मजारें
धरोहर बचाओ समिति ने प्रदर्शन की दी चेतावनी
कहा- वक्फ में शामिल करने की साजिश pic.twitter.com/QBQku2uUQn
— Mintu 🚩 (@Mintu_kumar20) July 2, 2025
પોલીસે તપાસ શરૂ કરી
આ મામલામાં પોલીસ હાલમાં કોલેજના પ્રોફેસરો અને જૂના સ્ટાફ સાથે વાત કરી રહી છે. હજી સુધી એ નક્કી થઇ શક્યું નથી કે આ મજારો કેટલી જૂની છે અને ક્યારે બનાવવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેટલાક લોકો ત્યાં ચાદર ચઢાવવા આવે છે, પણ હિંદુ સંગઠનોને કોલેજના કેમ્પસમાં મજાર હોવું નાપસંદ છે અને એ જ મુખ્ય વિવાદનો મુદ્દો છે.
