PM મોદીની મુલાકાત પહેલાં મુસ્લિમ વિદ્યાર્થીઓની માહિતી મગાતાં વિવાદ

ગુરુગ્રામ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે હરિયાણાના કુરુક્ષેત્ર પ્રવાસે જવાના છે. એ પહેલાં કુરુક્ષેત્ર યુનિવર્સિટીના સુરક્ષાપ્રમુખે તમામ વિભાગધ્યક્ષોને મુસ્લિમ વિદ્યાર્થીઓની માહિતી મોકલવાનો નિર્દેશ આપ્યો છે. એ પછી વિવાદ વધ્યો છે.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પગલાંને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું છે કે આ બંધારણીય સુરક્ષાના ભંગ સમાન છે. આ પગલું એ સમયે લેવામાં આવ્યું છે જ્યારે થોડા અઠવાડિયા પહેલાં તપાસકર્તાઓએ કહ્યું હતું કે ડોક્ટરોનું એક જૂથ વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલનો ભાગ હતો, જે 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પાછળ હતું. ચીફ સિક્યુરિટી ઓફિસર ડો. આનંદ કુમારે 21 નવેમ્બરે બહાર પાડેલા આ નિર્દેશમાં મુસ્લિમ વિદ્યાર્થીઓના નામ, રોલ નંબર, વર્ગની વિગતો, હોસ્ટેલ અને રૂમ નંબર, સંપર્ક વિગતો અને કાયમી સરનામું માગવામાં આવ્યું છે.

કુમાર દ્વારા વિભાગ અધ્યક્ષોને મોકલવામાં આવેલી ઈમેઈલમાં લખવામાં આવ્યું છે કે એ જાણ કરવામાં આવે છે કે વડા પ્રધાન 25 નવેમ્બર, 2025એ કુરુક્ષેત્ર આવવાના છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે મુસ્લિમ વિદ્યાર્થીઓની સંબંધિત જરૂરી માહિતી માગવામાં આવી છે.

આ ઈમેઈલમાં “સિક્યોરિટી જાળવવા” અને “સુરક્ષા તથા સંકલનના ઈંતજામો સુચારુ રહે” એ માટે સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. ઈમેઈલ મુજબ આ માહિતી માત્ર એક્સેલ ફોર્મેટમાં જ મોકલવાની છે.તેમણે કહ્યું હતું  વડા પ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને પોલીસે મારી પાસેથી તમામ મુસ્લિમ વિદ્યાર્થીઓનો ડેટા માગ્યો છે. હું માહિતી એકત્ર કરી રહ્યો છું જેથી પોલીસને આપી શકું. સબ-ઇન્સ્પેક્ટર વિનોદ કુમારે આ માંગનું સમર્થન કર્યું. તેમણે કહ્યું હતું કે PMના પ્રવાસને ધ્યાનમાં રાખીને અમે કોઈ જોખમ લઈ રહ્યા નથી. અમે બધા મુસ્લિમ વિદ્યાર્થીઓના બેકગ્રાઉન્ડની ચકાસણી કરાવીશું.

કુરુક્ષેત્ર યુનિવર્સિટીના એક શિક્ષકે નામ ન જાહેર કરવાની શરત પર પુષ્ટિ કરી હતી કે પહેલી વાર એવું ખુલ્લો ઈમેઈલ” આવ્યો છે, જેમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની માહિતી માગવામાં આવી છે.  HFUCTO (હરિયાણા ફેડરેશન ઓફ યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ ઓર્ગેનાઇઝેશન)ના અધ્યક્ષ વિકાસ સિવાચે પણ તેને ભેદભાવપૂર્ણ ગણાવ્યો. તેમણે કહ્યું હતું કે જો કોઈ પર શંકા છે તો તેની તપાસ કરો, પરંતુ માત્ર મુસ્લિમ વિદ્યાર્થીઓને નિશાન બનાવવું અત્યંત ભેદભાવપૂર્ણ છે અને તેને તરત જ અટકાવવો જોઈએ.