શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં એક ખાનગી લીગ મેચ દરમિયાન એક ક્રિકેટરે પોતાના હેલ્મેટ પર પેલેસ્ટિનનો ઝંડો લગાવ્યો હતો, જેને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસના આ પગલાંનો પીડીપીપ્રમુખ મહબૂબા મુફ્તીએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે પેલેસ્ટિન ટૂંક સમયમાં આઝાદ થશે.
જમ્મુ-કાશ્મીર પોલીસના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કથિત રીતે ક્રિકેટર ફુરકાન ઉલ હક જમ્મુ શહેરના બહારના વિસ્તારમાં આવેલા કેસિ ડોર, મુઠ્ઠીમાં ક્રિકેટ રમતા દેખાઈ રહ્યો છે અને તેના હેલ્મેટ પર પેલેસ્ટિનનું લોગો લગાવવામાં આવ્યું છે.
Cricketer Fukan Bhatt wears a Palestinian flag on his helmet during J&K Cricket League match
They won’t stand for national anthem or sing national song, won’t say Vande Mataram, deface national emblem, and can’t call Bharat their motherland
But they can proudly wear Palestinian… pic.twitter.com/PX983nXij6
— Tushar ॐ♫₹ (@Tushar_KN) January 1, 2026
પેલેસ્ટિન કનેક્શન મામલે તપાસ શરૂ
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મામલાની સંવેદનશીલતા અને જાહેર વ્યવસ્થા પર તેના સંભવિત પ્રભાવને ધ્યાનમાં રાખીને તથ્યો, ઈરાદા, વ્યક્તિની પૃષ્ઠભૂમિ અને (પેલેસ્ટિન સાથે) કોઈ પણ સંભવિત સંબંધ શોધવા માટે ડોમાના પોલીસ સ્ટેશનમાં BNSSની કલમ 173(3) હેઠળ 14 દિવસની પ્રારંભિક તપાસ શરૂ કરવામાં આવી છે.
BNSS 173(3)ના નિયમો શું છે?
BNSSની કલમ 173(3) મુજબ પોલીસ અધિકારી ત્રણથી સાત વર્ષ સુધીની સજા પાત્ર ગુનાઓના મામલામાં DSP રેન્કના અધિકારીની પૂર્વ મંજૂરી લઈને પ્રારંભિક તપાસ કરી શકે છે.
મહબૂબા મુફ્તીએ શું કહ્યું?
સોશિયલ મિડિયા પર આ સમાચાર પર પ્રતિક્રિયા આપતાં પીડીપી અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે નદીથી લઈને સમુદ્ર સુધી, પેલેસ્ટિન સ્વતંત્ર થશે. પવનમાં લહેરાતો ઝંડો, સાહસી અને સ્વતંત્ર, નદીથી લઈને સમુદ્ર સુધી. તેમણે પોતાની પોસ્ટ સાથે પેલેસ્ટિનની ઝંડાની એક તસવીર પણ જોડેલી હતી.
, આ લીગનું આયોજન સાજિદ ભટ દ્વારા કરવામાં આવ્યું હતું. ફુરકાન અને લીગના આયોજકને પૂછપરછ માટે ડોમાના પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જોકે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને સ્પષ્ટ કર્યું છે કે આ ટુર્નામેન્ટ સાથે તેનો કોઈ સંબંધ, ભાગીદારી કે જોડાણ નથી, કારણ કે આ લીગને એસોસિયેશન તરફથી માન્યતા આપવામાં આવી નથી.




