અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૬ ઓગસ્ટની વહેલી પરોઢે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના થયા હતા. આ વિદેશ પ્રવાસનો મુખ્ય હેતુ આગામી જાન્યુઆરી ૨૦૨૭માં યોજાનારી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭’ સંદર્ભે વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાનો અને નિમંત્રણ પાઠવવાનો છે.
મુખ્યમંત્રી સાથે રાજ્યના વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓનું એક ઉચ્ચસ્તરીય ડેલિગેશન પણ જોડાયું. આ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી અને ડેલિગેશન વોશિંગટન ડી.સી., ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તથા કેનેડાના ટોરેન્ટો ખાતે બેઠકો યોજશે. ત્યાં સ્થાનિક રોકાણકારો, ઇમરજિંગ ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ અને પ્રવાસી ભારતીય-ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન-ટૂ-વન બેઠકો યોજીને ગુજરાતની વિકાસગાથા રજૂ કરવામાં આવશે.
ડેલિગેશનમાં સામેલ મુખ્ય અધિકારીઓ:
-
એમ.કે. દાસ – મુખ્ય સચિવ
-
ટી. નટરાજન – અધિક મુખ્ય સચિવ (નાણાં વિભાગ)
-
મમતા વર્મા – અધિક મુખ્ય સચિવ (ઉદ્યોગ અને ખાણ વિભાગ)
-
સંજીવ કુમાર – મુખ્યમંત્રીના અગ્ર સચિવ
-
ડૉ. વિક્રાંત પાંડે – મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ
પ્રસ્થાન સમયે અમદાવાદ એરપોર્ટ પર કલેક્ટર ભવ્ય વર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી અને ડેલિગેશનને સફળ પ્રવાસ માટે શુભકામનાઓ પાઠવી હતી.






