ચીને અમેરિકા પર 34 ટકા વધારાની ટેરિફ લગાડ્યો

નવી દિલ્હીઃચીને અમેરિકાથી આવનારી દરેક આયાત પર હવે 34 ટકાના દરે ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે, જે 10 એપ્રિલથી અમલમાં આવશે. ચીન તરફથી આ એલાન ત્યારે થયું છે જ્યારે બીજી એપ્રિલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર પણ ટેરિફ લગાવવાનું એલાન કર્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે ચીન પર હવે 34 ટકાના દરે ટેરિફ લાગશે.  ડ્રેગને (ચીને) એ ‘જેવા સાથે તેવાના ન્યાયે અમેરિકી આયાત પર પણ 34 ટકાના દરે ટેરિફ લગાવ્યા છે.

આ સિવાય કોમ્પ્યુટર ચિપ્સને લઈને પણ ચીન પર એક્સપોર્ટ કંટ્રોલ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફ લગાવવાનું એલાન કર્યું હતું, ત્યારે ચીની સરકારે પણ જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. હવે એ જ પગલા તરીકે 34 ટકાના દરે ટેરિફ લાગુ કરી દીધા છે.ટ્રમ્પના અગાઉના કાર્યકાળમાં પણ ચીન સાથે અમેરિકાના સંબંધો ખૂબ જ કડવાશભર્યા રહ્યા હતા. તે સમયે પણ ટ્રેડ વોર શરૂ થયું હતું, અને બંને દેશોને એનો નુકસાન થયું હતું. આ વખતે પણ ટ્રમ્પના ટેરિફના કારણે વિશ્વમાં એક નવું ટ્રેડ વોર છેડાઈ જશે.

વાસ્તવમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અન્ય દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની ઇચ્છા ધરાવતા નથી, પરંતુ તેમની મંછા વેપાર ક્ષેત્રે ખાધ ઘટાડવા પર છે, એમ એક અમેરિકી પ્રતિનિધિએ જણાવ્યું હતું.