ચીન: ઉત્તર-પૂર્વ પ્રાંત જિલિનમાં હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇનામ તરીકે ઘણા અનોખા પુરસ્કારો આપવામાં આવશે. મેરેથોનમાં પ્રથમ આવનારને એક ગાય અને અન્ય દોડવીરોને જંગલી માછલી, હંસ અથવા ચિકન આપવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય વધુને વધુ સહભાઓને આકર્ષવાનો છે જેથી સ્થાનિક ઉત્પાદનોને પ્રમોટ કરી શકાય.નોંગન તાઇપિંગચી આઇસ અને સ્નો હાફ મેરેથોનનું આયોજન 29 ડિસેમ્બરે કરવામાં આવશે. જેમાં હાફ મેરેથોનના પુરુષ અને મહિલા ચેમ્પિયનને એક ગાય આપવામાં આવશે. જો વિજેતા ગાય લેવા નથી માંગતા તો બદલામાં 6,000 યુઆન (લગભગ 70,000 રૂપિયા) પણ લઈ શકે છે.
બીજા સ્થાને વિજેતાને તાઈપિંગ તળાવમાં ઉછેરવામાં આવતી જંગલી માછલી મળશે. જ્યારે અન્ય ઈનામોમાં તે જ તળાવમાં ઉછેરવામાં આવતા હંસ અને બતકનો સમાવેશ થશે. આ ઉપરાંત, ચિકન પણ આપવામાં આવશે. અન્ય વિજેતાઓને દસ કિલોગ્રામ (22 પાઉન્ડ) ચોખા અને ઘઉં આપવામાં આવશે.
આ સમાચાર ચીનના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને મંગળવારના રોજ પ્લેટફોર્મ Weibo પર સૌથી વધુ ચર્ચિત વિષયોમાંના એક હતા. એક યુઝરે વેઇબો પર લખ્યું, “જો પ્રથમ સ્થાને આવનાર વ્યક્તિ વિદેશમાં રહે છે, તો શું તેણે પશુઓ માટે હાઇ સ્પીડ ટ્રેનની ટિકિટ ખરીદવાની જરૂર પડશે?”આ કાર્યક્રમ મુખ્ય કૃષિ ઉત્પાદક જિલિનના નોંગન કાઉન્ટીના વેટલેન્ડ પાર્કમાં યોજાનાર છે. ચાઇનીઝ એથ્લેટિક્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ચીનમાં મેરેથોન દોડમાં તાજેતરના વર્ષોમાં ઝડપથી વધારો થયો છે. જેમાં 2023માં દેશભરમાં કુલ 622 મેરેથોન અને હાફ મેરેથોન યોજાવાની છે. દરરોજ સરેરાશ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.