રાજ્યના તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું

રાજ્યમાં ફરી એકવખત હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જી હાં રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28થી વધુ લોકો બળીને ભસ્મ થયા બાદ રાજ્ય સરકારે તમામ ગેમ ઝોનમાં ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે, ત્યારે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં આવેલા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા માટે ત્રણ ટીમની રચના કરવામાં આવી છે. આજે રવિવારે સવારથી જ શહેરમાં આવેલા વિવિધ ગેમઝોનમાં ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુર આલ્ફા વન મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવા અંગેની માહિતી હતી, પરંતુ અમદાવાદના વસ્ત્રાપુર આલ્ફા વન મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવા અંગેની માહિતી હતી, જ્યારે ટીમ દ્વારા ચેકિંગ અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી તો એક નહીં પરંતુ 4 જેટલા ગેમ ઝોન ચાલતા હોવા અંગેનો ઘટસ્ફોટ થયો છે. જેમાં કેટલાકની તો ફાયર NOC પણ ન હોવાનું જાણવા મળ્યું છે.

tragedy

ગેમ ઝોનમાં ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના અધિકારીઓએ ફાયર સેફટી, NOC, ગેમ ઝોનમાં એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવા માટે વસ્ત્રાપુરના આલ્ફા વન મોલમાં આજે સવારે એક ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ગેમ ઝોન ચલાવવા માટે કેવા પ્રકારની મંજૂરી લેવામાં આવી છે તે અંગેના ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામાં આવી છે. અન્ય એક ટીમ દ્વારા સિંધુભવન રોડ ઉપર આવેલા SHOTT ગેમ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા અને ડેપ્યુટી સીટી ઇજનેર સહિતના અધિકારીઓએ ફાયર NOC અને યોગ્ય પ્રકારનું બાંધકામ કર્યું છે કે કેમ તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી. શહેરમાં મોટા 17 ગેમ ઝોન્સમાં તપાસ આ સાથે જ વનિતા વિશ્રામ સહિતના 3 મેળા પણ બંધ કરાવાયા હતા. શહેરમાં મોટા 17 ગેમ ઝોન્સ છે, જેની ઈલેક્ટ્રિક લોડ, એનઓસીથી લઈને તમામ બાબતે આજે તપાસ કરવામાં આવશે. જેથી કાલે વધુ પોલ ખુલે તેવી સંભાવના છે.