ગુજરાતના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

અમદાવાદમાં હોલિકા દહન પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને રોડ પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી હતી. લાઈટ ચાલુ રાખી અને વાહન ચલાવવું પડ્યું હતું જ્યારે ટુ-વ્હીલર ચાલકોએ તો રોડની સાઈડમાં થોડી જ વાર ઊભા રહી જવાની ફરજ પડી હતી. ઠંડા પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. જેના કારણે કેટલીક જગ્યાએ તો હોલિકાદહન માટેની તૈયારી પર પાણી ફરી ગયું હતું. તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા તા.5 અને 6 માર્ચ એમ 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ આગાહી મુજબ આજે વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો. અને બપોરે આજ વીજ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ

જાણકારી મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આજે બપોરે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાના શરૂ થયા હતા. ભરઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી બીજુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ

તાજેતરમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈન્ડ્યુઝ સાઈઝર સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકશાનની ભિતી સેવાઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]