ચારધામની યાત્રા અક્ષર તૃતિયાના શુભ દિવસે શરૂ થઈ ચૂકી છે. યાત્રા શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. ત્યારે ચારધામ યાત્રાને જોડાયેલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ચારધામમાં મંદિર પરિસરની અંદર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ચાર ધામ યાત્રા શરૂ થઈ ચૂકી છે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ભગવાનના દર્શનાર્થે પહોંચતા હોય છે. ત્યારે ચારધામના દર્શન કરવા જનારા લોકો પોતાના દર્શન અને યાત્રાને લઈ એક-એક દ્રશ્ય ફોનમાં કેદ કરતા હોય છે. ત્યારે યાત્રા ધામને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં મંદિરની અંદર હવે શ્રદ્ધાળુઓ પોતાના મોબાઈલ લઈ જઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે કે ભક્તો મંદિરના 200 મીટર દુર સુધી મોબાઈલ પાસે રાખી શકશે. જે બાદ ભક્તોને મોબાઈલ મુકવો પડશે. એટલે કે ભક્તો ચારાધામ મંદિરના પરિસરમાં મોબાઈલ લઈ જઈ શકશે નહીં.
નોંધનીય છે કે ચાર ધામ યાત્રા પર હાલ સુધીમાં 3 લાખ 37 હજાર યાત્રી ચાર ધામ દર્શન કરી ચુક્યા છે. તેમાંથી કેદારનાથમાં 1 લાખ 55 હજાર, બદ્રીનાથમાં 45 હજાર 637 યાત્રી, ગંગોત્રીમાં 66 હજાર જ્યારે યમુનોત્રીમાં અત્યાર સુધીમાં 70 હજાર યાત્રી દર્શન કરી ચુક્યા છે.