ટ્વિટર કંપની શેરહોલ્ડરોનો અભિપ્રાય માગશે

સેન ફ્રાન્સિસ્કોઃ દુનિયાના નંબર-1 શ્રીમંત અને ટેસ્લા કંપનીના સ્થાપક ઈલોન મસ્કને ટ્વિટર કંપની વેચવી કે નહીં એ વિશે સોશ્યલ મિડિયા કંપની ટ્વિટર આવતા ઓગસ્ટ સુધીમાં તેના શેરહોલ્ડરોનો અભિપ્રાય માગશે. ઉલ્લેખનીય છે કે મસ્કે 44 અબજ ડોલરમાં ટ્વિટરનું હસ્તાંતરણ કરવાનો માટેનો સોદો કર્યો છે. પરંતુ, મસ્કના ધારાશાસ્ત્રીઓએ ટ્વિટરને ચેતવણી આપી છે કે સ્પેન અને નકલી એકાઉન્ટ્સ વિશે માહિતી આપવામાં નહીં આવે તો ટ્વિટર ખરીદવાનું મસ્ક કદાચ માંડી વાળશે.

ટ્વિટરનાં ટોચનાં લૉયર વિજયા ગડ્ડેએ કર્મચારીઓની એક બેઠકમાં જણાવ્યું હતું કે મસ્ક સાથેના સોદાના મુદ્દે કંપની જુલાઈના અંતભાગમાં કે ઓગસ્ટના આરંભમાં શેરહોલ્ડરોનો અભિપ્રાય માગે એવી શક્યતા છે.

મસ્કના પ્રવક્તા તરફથી આ વિશે હજી સુધી કોઈ પણ કમેન્ટ આવી નથી.