શંકર ભગવાનનું અપમાનઃ સમાજવાદી-પાર્ટીના નેતા સામે ફરિયાદ

મોરાદાબાદ (ઉત્તર પ્રદેશ): ભગવાન શંકર વિરુદ્ધ કથિતપણે વાંધાજનક અને દ્વેષ ઉપજાવનારી ટિપ્પણી કરવા બદલ સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના સભ્ય લાલબિહારી યાદવ સામે મોરાદાબાદના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બજરંગ દળના કાર્યકરોએ ફરિયાદ નોંધાવ્યા બાદ યાદવ સામે પોલીસે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ 153-એ અને 153-બી હેઠળ કેસ નોંધ્યો છે.

એવો આક્ષેપ કરાયો છે કે લાલબિહારી યાદવે એક વિડિયોમાં શિવલિંગ અને ભગવાન શંકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. બજરંગ દળના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે યાદવની ટિપ્પણીને કારણે હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે.