ક્રેડિટ કાર્ડનો ઉપયોગ આ ચાર પ્રકારના લોકોએ ના કરવો જોઈએ…જાણો કેમ?

નવી દિલ્હીઃ જ્યારે પાસે પૈસા ના હોય અને કોઈ સગાંવહાલાં પાસે હાથ લાંબો ના કરવો હોય અને રોકડની સમસ્યા ઊભી થાય તો ક્રેડિટ કાર્ડ મહત્ત્વનો રોલ અદા કરે છે. જોકે ક્રેડિટ કાર્ડ પર બહુ ઊંચા વ્યાજદરો લાગુ થાય છે, પણ સંકટ સમયે ક્રેડિટ કાર્ડ સૌથી સારો મિત્ર સાબિત થાય છે. જોકે ક્રેડિટ કાર્ડોનો યોગ્ય ઉપયોગ ના કરવામાં આવે તો ક્રેડિટ સ્કોર મોટાં દેવાંમાં ધકેલી દે છે.  

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સતર્ક રહીને કરવો

નિષ્ણાતો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા સમયે લોકોને બહુ સતર્ક રહેવાની ચેતવણી આપે છે. આ એ લોકો માટે જે પોતાના નાણાં માટે બહુ સાવધાની નથી રાખતા અથવા જેની પાસે પૈસાનો વહીવટ કકરવામાં આવડત નથી. આ લોકો સરળતાથી દેવાંની જાળમાં ફસાઈ જાય છે. એટલે અમે તમંને કેટલાક એવા લોકો વિશે જણાવીએ છીએ કે જેમણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

1 ઉત્સાહમાં આવીને આડેધડ ખરીદી

આ પ્રકારના લોકો અકારણ અને ફાલતુ ખર્ચ કરે છે. તેમના ખર્ચ કરવાની પેટર્નને લીધે તેઓ કાર્ડની લિમિટ કરતાં વધુ ખર્ચ કરે છે. આ તેમના માટે સારી બાબત નથી, કેમ કે બેન્ક આ લોકોને સમજે છે કે આવા લોકો ક્રેડિટના ભૂખ્યા હોય છે અને ક્રેડિટ સ્કોર નીચે ચાલ્યો જતો હોય છે. એટલા માટે જ્યારે ભવિષ્યમાં આ પ્રકારના લોકો કોઈ પણ ક્રેડિટ માટે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરે છે, ત્યારે તેમની અરજીને નકારવા એવી સંભાવના ઘણી વધુ છે.

2 તારીખ પછી બિલની ચુકવણી

અમુક લોકો ક્રેડિટ કાર્ડનાં બિલની ચુકવણી નિયત તારીખે કરવાનો આગ્રહ કરતા હોય છે અથવા એ તારીખ વીતી ગયા પછી ચુકવણી કરતા હોય છે. આમ સમયમર્યાદા પછી ચુકવણી કરવાથી દંડની સાથે ઊંચું વ્યાજ લાગે છે. જેથી ક્રેડિટ રિપોર્ટ ખરાબ કરી શકે છે. એટલે તમે બિલ ચુકવણી કરવામાં સમર્થ ના હો તો ક્રેડિટ કાર્ડ રાખવાથી બચો.

3 ક્રેડિટ કાર્ડનો રોજેરોજ ઉપયોગ

જે લોકો તેમના દૈનિક ખર્ચ માટે પોતાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, તેઓ દેવાંની જાળમાં સપડાઈ જાય છે અને આ સિલસિલો ચાલ્યા કરે છે. ક્રેડિટ કાર્ડ પ્રતિ મહિને બેથી ચાર ટકાનું ઊંચું વ્યાજ વસૂલે છે.

4 ક્રેડિટ કાર્ડનો ક્યારેક ઉપયોગ

એવી ઘણા લોકો છે, જેમની પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ છે, પરંતુ તેઓ એનો ઉપયોગ ક્યારેક જ કરે છે. જેમ ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ ક્રેડિટ સ્કોરને બાધિત કરે છે, તેમ ક્રેડિટ કાર્ડ હોવા છતાં એનો ઓછો ઉપયોગ એનો ઉદ્દેશ ખતમ કરે છે. જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સમજીવિચારીને ના કરવામાં આવે તો એનો અર્થ એ થાય કે કાર્ડધારક પોતાના કાર્ડનો પૂરો ઉપયોગ નથી કરી રહ્યો.