મોદી સરકારમાં આ પાકોની MSP બમણી થઈ

નવી દિલ્હીઃ મોદી સરકારે ખેડૂતોને રાહત આપવા માટે કોઈ ને કોઈ પગલાં લેતી રહી છે. વર્ષ 2014માં ભાજપ સત્તામાં આવ્યા પછી બધા પાકોના લઘુતમ ટેકાના ભાવ (MSP)માં નોંધપાત્ર વધારો થયો છે. કેટલાક પાકો એવા છે જેની MSP સીધી બમણી કે એનાથી પણ વધુ થઈ ગઈ છે.

મોદી રાજમાં બાજરાની MSP બમણી થઈ ગઈ છે. એ પ્રતિ ક્વિન્ટલ રૂ. 1250 હતીથી વધીને રૂ. 2500 થઈ ગઈ છે.આ સાથે રાગીની MSP વર્ષ 2014-15માં પ્રતિ ક્વિન્ટલ રૂ. 1550 હતી જે વર્ષ 2023-24માં વધીને વર્ષ 2023-24માં રૂ. 3846 થઈ ગઈ છે. એમાં 148 ટકાનો વધારો થયો છે.

નાઇઝર સીડ્સની MSP વર્ષ 2014-15માં પ્રતિ ક્વિન્ટલ રૂ. 3600ની તુલનાએ વર્ષ 202324માં વધીને રૂ. 7734 થઈ ગઈ છે. એમાં 115 ટકાનો વધારો થયો છે. જૂટની MSP પ્રતિ ક્વિન્ટલ રૂ. 2400થી 110 ટકા વધીને રૂ. 5050 થઈ ગઈ છે. વર્ષ 2014-15ની તુલનાએ ખરીફ પાક જુવારની MSP પ્રતિ ક્વિન્ટલ રૂ. 1530થી 108 ટકા વધીને રૂ. 3180 થઈ ગઈ છે અને જારની MSP પ્રતિ ક્વિન્ટલ રૂ. 1550થી વધીને રૂ. 3225 થઈ ગઈ છે.