મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘણા દિવસો બાદ મંગળવારે મોટો ઉછાળો આવ્યો હતો. રોકાણકારોએ 24 કલાકના ગાળામાં ક્રીપ્ટોમાં 550 અબજ ડોલરથી વધુ રકમનું રોકાણ કર્યું હતું. તેને પગલે એક સપ્તાહ બાદ બિટકોઇન 20,000 ડોલરની સપાટી વટાવી ગયો હતો.
મંગળવારે અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ સુધારો થવાનો અંદાજ છે. આની પહેલાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 2020 પછીની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો હતો. રોકાણકારોને હવે ગ્રાહકોનો અર્થતંત્રમાં રહેલો વિશ્વાસ દર્શાવતા ઇન્ડેક્સ, ડ્યુરેબલ ગૂડ્સના ઓર્ડર તથા જુલાઈ મહિનાના ઘરના ભાવના આંકડાની પ્રતીક્ષા છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.13 ટકા (1,422 પોઇન્ટ) ઉછળીને 29,108 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,687 ખૂલીને 29,248 પોઇન્ટની ઉપલી અને 27,184 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
27,687 પોઇન્ટ | 29,248 પોઇન્ટ | 27,184 પોઇન્ટ | 29,108 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 27-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |