આઇસી15 ઇન્ડેક્સ 1,591 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ રોકાણકારોનો ક્રીપ્ટોકરન્સીમાં વિશ્વાસ વધ્યો હોવાથી સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી – બિટકોઇન સતત બે સપ્તાહ વધ્યા બાદ ગુરુવારે 41,000 ડોલરની ઉપર ગયો હતો.

અમેરિકામાં બુધવારે શેરબજાર ઉંચે ગયું હતું. યુક્રેનથી હજી ગમગીન સમાચારો આવી રહ્યા છે અને વૈશ્વિક સ્તરે ફુગાવો વધતો ચાલ્યો છે એવા સમયે એસએન્ડપી 500 ઇન્ડેક્સ 1 ટકો વધ્યો હતો. નોંધનીય રીતે સોનાના ભાવમાં પણ વધારો થયો હતો.

અમેરિકામાં ફુગાવો હવે આજના સ્તર કરતાં વધારે ઉંચે જઈ શકે નહીં એવી કેટલાક અર્થશાસ્ત્રીઓની ધારણા સાચી હોય એ રીતે ક્રીપ્ટોકરન્સી માર્કેટ અને સ્ટોક માર્કેટમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

પાછલા ચોવીસ કલાકના ગાળામાં ઈથેરિયમ 2 ટકાની વૃદ્ધિ સાથે 3,100 ડોલર પર પહોંચ્યો છે. મુખ્ય ઓલ્ટરનેટિવ કોઇનમાં પણ ભાવ વધ્યા છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.66 ટકા (1,591 પોઇન્ટ) વધીને 61,388 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 59,796 ખૂલીને 62,087 સુધીની ઉપલી અને 59,230 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
59,796 પોઇન્ટ 62,087 પોઇન્ટ 59,230 પોઇન્ટ 61,388

પોઇન્ટ

ડેટાનો સમયઃ 14-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)