પેમેન્ટ-વિકલ્પ તરીકે ક્રીપ્ટોકરન્સીનો ઉમેરો હાલતુરંત નહીઃ એમેઝોન

ન્યૂયોર્કઃ એમેઝોન ડોટ કોમના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર એન્ડી જેસ્સીએ કહ્યું છે કે ઈ-કોમર્સ ક્ષેત્રની એમની અગ્રગણ્ય કંપની તેના રીટેલ બિઝનેસમાં પેમેન્ટ વિકલ્પ તરીકે ક્રીપ્ટોકરન્સીનો ઉમેરો કરવા હાલને તબક્કે વિચારતી નથી.

સીએનબીસીને આપેલી મુલાકાતમાં જેસ્સીએ કહ્યું હતું કે, અમારા છૂટક વ્યાપારમાં પેમેન્ટ યંત્રણા તરીકે ક્રીપ્ટોકરન્સીનો અમે કદાચ સ્વીકાર નહીં કરીએ. એમણે વધુમાં કહ્યું હતું કે એમેઝોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર નોન-ફંજિબલ ટોકન્સ (એનએફટી) વેચવાનું કદાચ શક્ય બનશે.