મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે પુલબેક રેલી જોવા મળી હતી. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15ના ઘટકોમાંથી લાઇટકોઇન, બિનાન્સ, સોલાના અને ડોઝકોઇન 10થી 27 ટકા વધ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 825 અબજ ડોલર પર પહોંચ્યું હતું.
સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકે બિટકોઇનને કાનૂની ચલણ તરીકે માન્યતા આપી છે. અગાઉ અલ સાલ્વાડોર આવી માન્યતા આપી ચૂક્યું છે. ચેઇનએનાલિસિસનું કહેવું છે કે સમગ્ર વિશ્વમાં આફ્રિકા જ એવો પ્રદેશ છે, જ્યાં ક્રીપ્ટોકરન્સી માર્કેટને વેગ મળ્યો છે. જો કે, સત્તાવાળાઓને ચિંતા છે કે ક્રીપ્ટોકરન્સીનો ઉપયોગ ગેરકાનૂની ફંડ ટ્રાન્સફર માટે થઈ શકે છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.78 ટકા (1,556 પોઇન્ટ) વધીને 24,512 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 22,955 ખૂલીને 24,636ની ઉપલી અને 22,849 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
22,955 પોઇન્ટ | 24,636 પોઇન્ટ | 22,849 પોઇન્ટ | 24,512 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 23-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |