આઇસી15 ઇન્ડેક્સ 448 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ આઇસી15ના ઘટકોમાંથી યુનિસ્વોપ, શિબા ઇનુ, પોલકાડોટ અને સોલાના 3થી 5 ટકાની રેન્જમાં ઘટ્યા હતા, જ્યારે ચેઇનલિંક, એક્સઆરપી, લાઇટકોઇન અને પોલીગોનના ભાવમાં વધારો થયો હતો. બિટકોઇન 16,000 ડોલરની બે વર્ષની નીચલી સપાટીએ પહોંચ્યો હતો તથા માર્કેટ કેપિટલાઇઝેશન પણ ઘટીને 780 અબજ ડોલર થયું હતું.

એફટીએક્સને નડેલી આર્થિક કટોકટીની અસર સમગ્ર માર્કેટ પર થઈ છે. એફટીએક્સ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક્સપોઝર ધરાવતી ક્રીપ્ટો કંપનીઓ ડેટ રિસ્ટ્રક્ચરિંગ માટે પ્રયાસ કરી રહી છે. આવા સંજોગોમાં સંભવિત રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવવા માટે અમુક કંપનીઓ પ્રયત્ન કરી રહી છે.

દરમિયાન, ચીન અને કેન્યાએ ક્રીપ્ટોકરન્સીને નિયમન હેઠળ લાવવા માટે થઈ રહેલા પ્રયાસોને સમર્થન આપ્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.92 ટકા (448 પોઇન્ટ) ઘટીને 22,955 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 23,404 ખૂલીને 23,806ની ઉપલી અને 22,676 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
23,404 પોઇન્ટ 23,806 પોઇન્ટ 22,676 પોઇન્ટ 22,955 પોઇન્ટ

ડેટાનો સમયઃ 22-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)