IC15 ઇન્ડેક્સ નવ ટકા તૂટીને 26,271 પોઇન્ટની સપાટીએ

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે થોડા સમય પૂરતો ઉછાળો આવ્યા બાદ ફરીથી ઘટાડાનું વલણ શરૂ થતાં IC15 ઇન્ડેક્સ નવ ટકા તૂટ્યો હતો. બિટકોઇન 22,729 ડોલરની ઇન્ટ્રા-ડેની ઉંચી સપાટીએથી ઘટીને 20,300 ડોલરના સ્તરે પહોંચ્યો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજદર સંબંધેની જાહેરાત કરે તેની પહેલાં જ આ ઘટાડો થયો છે.

વિશ્લેષકોનો અંદાજ છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 0.75 ટકાનો વધારો કરી શકે છે. જોકે અમેરિકામાં એસ એન્ડ પી 500 ઇન્ડેક્સની સાથે સંકળાયેલા ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ અને નાસ્દાક 100ના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટમાં 0.50-0.50 ટકાનો વધારો થયો હતો. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પણ શેરબજારની ભાવચંચળતાને કાબૂમાં લેવા માટે વિશેષ બેઠકનું આયોજન કર્યું છે.

આ અગાઉ ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં નવ ટકા (2601 પોઇન્ટ) ઘટીને 26,271 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,872 ખૂલીને 29,522 સુધીની ઉપલી અને 25,598 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કોઇનમાં ઘટાડો નોંધાયો હતો.

 

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
28,872 પોઇન્ટ 29,522 પોઇન્ટ 25,598 પોઇન્ટ 26,271 પોઇન્ટ
ડેટાનો સમયઃ 15-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)