ગ્રેટર ફુલ થિયરી આધારિત ‘ક્રિપ્ટો’ એક આભાસી વિશ્વઃ ગેટ્સ

સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વના શ્રીમંત બિઝનેસમેનોમાંના એક અને માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ક્રિપ્ટો કરન્સીની ટીકા કરી છે. ગઈ કાલે કલાયમેટ કોન્ફરન્સમાં તેમ ડિજિટલ એસેટ્સ નોન ફન્જિબલ ટોકન્સ (NFTs)ને માત્ર ઉપરછલ્લી એસેટ ગણાવતાં કહ્યું હતું કે આ બધું ‘ગ્રેટર ફુલ થિયરી’ પર આધારિત છે. કેલિફોર્નિયાના બર્કલેમાં ટેકક્રન્ચ દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં તેમણે વ્યંગ કરતાં કહ્યું હતું કે એ જગજાહેર છે કે બંદરોની ડિજિટલ છબિઓ વિશ્વને સારું બનાવવાના પ્રયાસ કરી રહી છે.

ગેટ્સે આ પહેલાં પણ ક્રિપ્ટોની ટીકા કરી હતી અને એ ગયા વર્ષે તેમનો વિવાદ એલન મસ્કની સાથે થયો હતો. તેમનો એ વાતે વિવાદ થયો હતો કે શું બિટકોઇન રિટેલ રોકાણકારો માટે બહુ જોખમ ભરેલું છે અને માઇનિંગ કોઇન્સ પર્યાવરણને નુકસાનકારક છે.

બ્રેકથ્રુ એનર્જી વેન્ચર્સના સંસ્થાપક (2015માં શરૂ કરવામાં આવેલું ક્લાયમેટ કેન્દ્રિત ફંડ)ના રૂપમાં ક્લાયમેટ કોન્ફરન્સમાં બોલતાં તેમણે કહ્યું હતું કે મારા ધ્યાનમાં એ બાબત આવી છે કે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનની આવશ્યકતાવાળા કેમિકલ્સ અને સ્ટીલ ઉત્પાદન જેવા ઉદ્યોગોમાં કામ કરતા સિલિકોન વેલીના એન્જિનિયરોની ભરતીમાં મુશ્કેલીઓ આવી રહી છે. સોમવારે બિટકોઇનાં 15 ટકા કરતાંનો વધુ ઘટાડો આવ્યો હતો, જ્યારે મંગળવારે એમાં વધુ 5.4 ટકાનો ઘટાડો થયો હતો. અમેરિકાનો ફુગાવાનો દર અપેક્ષા કરતાં વધીને આવતાં લેન્ડિંગ પ્લેટફોર્મ સેલ્સિયસ દ્વારા વેચાણને હોલ્ટ પર મૂકવામાં આવતાં ક્રિપ્ટોમાં ભારે વેચવાલી થઈ હતી. સેલિબ્રિટી-ફેવર્ડ બોર્ડ અપે યચેટ ક્લબ (BAYC) અને લોકપ્રિય NFT કલેક્શનને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેમમે ક્રિપ્ટોકરન્સી કરતાં ડિજિટલ બેન્કિંગના પ્રયાસોને સો ઘણા શક્તિશાળી ગણાવ્યા હતા.