નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામનું આ પાંચમું બજેટ છે. વળી, 2024માં સામાન્ય ચૂંટણી પહેલાંનું મોદી સરકારનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ છે. તેમણે ભાષણનો પ્રારંભ કહેતાં જણાવ્યું હતું કે આ અમૃતકાળનું આ પહેલું બજેટ છે. તેમણે જણાવ્યું હતું કે અમે એક મહત્ત્વાકાંક્ષી લોકકલ્યાણકારી એજન્ડા ચલાવી રહ્યા છે. કોવિડ રોગચાળામાં 80 કરોડ લોકોને મફત ખાદ્યાન્ના યોજનાનું એલાન કર્યું છે. જેનો હેતુ દેશમાં કોઈ ભૂખ્યું ના રહે. કેન્દ્ર સરકાર દેશના ગરીબ લોકોને દરેક સંભવ મદદ કરી રહી છે. નાણાપ્રધાને બજેટમાં ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાની પણ ઘોષણા કરી હતી.
વૈશ્વિક પડકારોના દોરમાં અમે G20ની અધ્યક્ષતા કરવાની તક મળી છે. ચાલુ નાણાકીય વર્ષમાં અમારી અર્થતંત્રનો વૃદ્ધિદર સાત ટકા રહેવાનો અંદાજ છે. આ વિશ્વનું સૌથી મોટા અર્થતંત્રોમાંનું એક મોટું અર્થતંત્ર છે. ભારત અન્નના ઉત્પાદનમાં અન્ય દેશોની બહુ આગળ છે. અમે અનેક પ્રકારના અનાજોનું ઉત્પાદન કરીએ છીએ. હવે ભારતને અન્નનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે હૈદરાબાદના કેન્દ્રને ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર બનાવવામાં આવશે. આ સિવાય કૃષિમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે કૃષિ ભંડોળ બનાવવામાં આવશે. એગ્રિકલ્ટર એક્સલેરેટેડ ફંડ બનાવવામાં આવશે. બાજરા, રાગી, સામા જેવા મોટા અનાજના ચલણને પણ ધારવામાં આવશે અને એને શ્રી અન્ન નામ આપવામાં આવશે.
પાકોના સંરક્ષણ માટે સ્ટોરેજ સુવિધાને પ્રોત્સાહન આપવામાં આવશે. ડેરી વેપાર અને મત્સ્ય સંપદા યોજનાને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે દેશમાં વર્ષ 2022માં UPI દ્વારા 1.26 લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે. ઇન્ડિયા@100 માટે મોદી સરકારને સશક્ત બનાવવા ઇચ્છે છે. દેશમાં ટુરિઝમ વેપારના વિસ્તારની અપાર સંભાવનાઓ છે. તેમણે કહ્યું હતું કે દેશના બધા વિસ્તારમાં બાળકો માટે પુસ્તક સરળ ઉપલબ્ધતા માટે લાઇબ્રેરી બનાવવામાં આવશે.