મુ્ંબઈ તા.6 જુલાઈ, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 378મી કંપની મોદી’ઝ નવનિર્માણ લિમિટેડ લિસ્ટેડ થઈ છે. કંપની રૂ.10નીએ મૂળ કિંમતના 12.60 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.180ની કિંમતે જનતાને ઓફર કરી રૂ.22.68 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 28 જૂન, 2022ના રોજ સફળતાપૂર્વક પાર પડ્યો હતો.
મોદી’ઝ નવનિર્માણ લિમિટેડ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે. કંપની નિવાસી અને વાણિજ્ય બાંધકામ પ્રોજેક્ટ્સ ક્ષેત્રે છે. આ વેપાર પર પુરવઠા, ખર્ચ, કાચા માલ અને મજૂરીની કિંમતોની અસર થાય છે. કંપની પ્રોડેક્ટ્સ માટે સ્ટીલ, સિમેન્ટ, ફ્લોરિંગ પ્રોડક્ટ્સ, હાર્ડવેર, બિટુમેન, રેતી, કપચી, બારીઓ, દરવાજા, બાથરૂમ ફિક્સ્ચર્સ અને અન્ય ઈન્ટિરિયર ફિટિંગ્સની ખરીદી થર્ડ પાર્ટી પાસેથી કરે છે.
મુંબઈસ્થિત આર્યમન ફાઈનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ મોદી’ઝ નવનિર્માણ લિમિટેડની લીડ મેનેજર હતી.
બીએસઈ એસએમઈ પરથી 146 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. 377 કંપનીઓ બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ છે, જેમણે બજારમાંથી રૂ.4,011 કરોડ એકત્ર કર્યા છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 5 જુલાઈ, 2022ના રોજ રૂ.51,000 કરોડ હતું. બીએસઈ આ ક્ષેત્રે 61 ટકા બજાર હિસ્સા સાથે મોખરે છે.