ટેસ્લાની હરીફ ટ્રિટોનનો ભારતમાં પ્રવેશઃ તેલંગાણામાં ઉત્પાદન એકમ

હૈદરાબાદઃ વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કારઉત્પાદક કંપની ટેસ્લા દ્વારા ભારતના બેંગલુરુમાં ઉત્પાદન એકમની સાથે R&D સેન્ટર સ્થાપિત કરવાના નિર્ણય પછી હવે એની સૌથી મોટી હરીફ ટ્રિટોનની ભારતમાં જબરદસ્ત એન્ટ્રી થઈ છે. કંપનીએ તેલંગાણામાં ઇલેક્ટ્રિક વેહિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરશે.

ઇલેક્ટ્રિક કાર બનાવવાવાળી દિગ્ગજ અમેરિકી કંપની ટ્રિટોને તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા માટે તેલંગાણા સરકારની સાથે એક MoU કર્યા છે. કંપની જહિરાબાદના NIMZમાં રૂ. 2100 કરોડનું મૂડીરોકાણથી ઉત્પાદન યુનિટ સ્થાપિત કરશે.

તેલંગાણાના આઇટી એન્ડ ઉદ્યોગપ્રધાન કેટી રામારાવે કહ્યું હતું કે ટ્રિટોનના ઉત્પાદન યુનિટ સ્થાપિત થવાથી કમસે કમ 25,000 સ્થાનિક લોકોને જોબ્સ મળશે. તેમણે કહ્યું હતું કે આ ઉત્પાદન યુનિટમાં ટ્રિટોન આગામી પાંચ વર્ષમાં 50,000થી વધુ ઇલેક્ટ્રિક સેમી-ટ્રક, સીડાન કારો, લક્ઝરી SUVs અને ઇલેક્ટ્રિક રિક્શાનું ઉત્પાદન કરશે.

કેટી રામારાવે કહ્યું હતું કે ઇલેક્ટ્રિક વેહિકલ્સ ઉત્પાદન કરનારી કંપનીઓ માટે તેલંગાણા ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકાર કંપનીઓથી મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરવા માટે ઇન્સેન્ટિવથી બધી જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવશે, એ સાથે જલદી પ્રોજેક્ટ્સને મંજૂરી આપશે.

ટ્રિટોનનું ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા માટે રાજ્ય સરકારે તેલંગાણા સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (TSIIC) હેઠળ જમીન ઉપલબ્ધ કરાશે. આ ઉત્પાદન યુનિટમાં માત્ર ભારત માટે જ નહીં, પણ EVsનું ઉત્પાદન બંગલાદેશ, શ્રીલંકા, નેપાળ અને મિડલ ઇસ્ટના દેશોમાં નિકાસ માટે કરવામાં આવશે.