બ્રિટનના આરોગ્યપ્રધાન મેટ હેનકોકના લિપલોક પર રાજકીય વિવાદ

લંડનઃ બ્રિટનના આરોગ્યપ્રધાન મેટ હેનકોક હાલ ચર્ચામાં છે. તેઓ સહયોગી જિના કોલાડાંગેલોને કિસ કરી રહ્યા હતા અને એ બધું કેમેરામાં રેકોર્ડ થઈ ગયું. મેટ હેનકોકની આ હરકત પર વિપક્ષે ટોણો મારતાં રાજીનામાની માગ કરી, પણ તેમણે ઇનકાર કરી દીધો હતો. CCTV ફુટેજમાં માલૂમ પડે છે તેઓ ઓફિસની બહાર જિના કોલાડાંગેલોને કિસ કરી રહ્યા હતા.

બ્રિટનના રાજકારણમાં આ અફેર વિશે ખુલાસો થયો તો એક રીતે ભૂકંપ આવી ગયો હતો. મેટ હેનકોકની સાથે ફોટામાં દેખાતી જિની કોલાડાંગેલો હાલ લંડનમાં નથી. આ બાબતે ખુલાસો થયો, એ પહેલાં કોલાડાંગેલો બીજી જગ્યાએ જતી દેખાઈઓ હતી., પણ એ સ્પષ્ટ નથી કે તે હાલ ક્યાં છે. આરોગ્યપ્રધાન મેટ હેનકોકના ઓફિસ સહયોગીની સાથે અફેરના ખુલાસા પછી તેમના રાજીનામાની માગ થવા લાગી છે. હેનકોકે એક નિવેદનમાં લોકોથી માફી માગી છે, પરંતુ એની પાછળ એ તર્ક આપ્યો હતો કે તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કર્યું. એની સાથે તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો.

હેનકોકે અફેરના ન્યુઝને ફગાવ્યા તો નહીં, પણ એ વ્યક્તિગત હોવાની અપીલ કરી હતી. હેનકોકની સામે વિપક્ષ એક સૂર આલાપી રહ્યો છે તો તેમના સહયોગી તેમનો બચાવ કરી રહ્યા છે. તેમના સમર્થકોનું કહેવું છે કે એ તેમનો વ્યક્તિગત મામલો છે અને પ્રધાનપદથી સંબંધ નથી. બીજી બાજુ તેમના રાજીનામાની માગ કરી રહેલા વિરોધીઓનું કહેવું છે કે આરોગ્યપ્રધાનની સાથે કામ કરતા લોકો સાથે ખાસ સંબંધ હોવાનું ટેક્સપેયર્સ સાથે છેતરપિંડી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ તોડવાને જનતા સાથે વિશ્વાસઘાત બતાવવામાં આવ્યો છે. વિવાદ વધવાથી હેનકોરે એક રસીકરણ કેન્દ્રની મુલાકાત રદ કરી હતી.