સ્ટેશનો પર પ્લાસ્ટિકના કપને બદલે માટીની-કુલડીમાં ચા

નવી દિલ્હીઃ દેશભરમાં તમામ રેલવે સ્ટેશનોમાં પ્લાસ્ટિકના કપને બદલે પર્યાવરણને અનુકૂળ માટીની કુલડીઓમાં ચા વેચવામાં આવશે. આ જાહેરાત રેલવે પ્રધાન પીયૂષ ગોયલે આજે કરી છે.

આ ઝુંબેશ પ્લાસ્ટિક-મુક્ત ભારતના સંકલ્પ પ્રત્યે રેલવે વહીવટીતંત્ર તરફથી યોગદાન હશે, એમ ગોયલે વધુમાં કહ્યું છે.

દેશભરમાં આજે આશરે 400 રેલવે સ્ટેશનો પર માટીની કુલડીમાં ચા આપવામાં આવે છે અને અમારો પ્લાન છે કે ભવિષ્યમાં દેશના તમામ રેલવે સ્ટેશનો પર માત્ર કુલડીમાં જ ચા વેચવી. કુલડીઓ પર્યાવરણનું રક્ષણ કરે છે તેમજ લાખો લોકોને રોજગાર પણ પૂરો પાડી શકે છે, એમ ગોયલે કહ્યું.