વોશિંગ્ટનઃ સિલિકોન વેલી બેન્કના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ટિમ મેયોપોલોસે બેન્કના ગ્રાહકોને લખેલા પત્રમાં કહ્યું હતું કે ધિરાણકરતાં (બેન્ક) ખુલ્લી છે અને હંમેશાંની જેમ સામાન્ય રીતે કામકાજ કરી રહી છે. આ પત્ર અનુસાર બધી હાલની અને નવી ડિપોઝિટરો નાણાકીય નિયામક US ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પ (FDIC) દ્વારા સુરક્ષિત છે.
એમ કહેતાં પત્રમાં કહેવામાં આવ્યું હતું કે બેન્ક અમેરિકાની અંદર હાલ દૈનિક ધોરણે સુચારી રૂપે કામકાજ કરી રહી છે અને આવનારા દિવસોમાં ક્રોસ-બોર્ડર લેવડદેવડ ફરી શરૂ કરવાની અપેક્ષા છે.
FDICએ સિલિકોન વેલીનું કામકાજ પોતાને હસ્તક લીધી હતું અને મેયોપોલોસને CEO તરીકે નિમણૂક કરી હતી. નિયામકે બેન્કના ડિફોલ્ટ થયા પછી SVB પર નિયંત્રણ કરી લીધું હતું. જે પછી સ્ટોક માર્કેટમાં ભારે વેચવાલી ફરી વળી હતી. એની અસરે વૈશ્વિક બજારોમાં ઊથલપાથલ મચી ગઈ હતી.