આઇસી15 ઇન્ડેક્સ આઠ ટકા વધ્યો

મુંબઈઃ સિલિકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્ક ફડચામાં ગઈ, પરંતુ અમેરિકન નિયમનકારોએ થાપણદારોને નુકસાન નહીં થાય એવી જાહેરાત કરી તેને પગલે ક્રીપ્ટોકરન્સીમાં શરૂ થયેલો વૃદ્ધિનો દોર મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 2,558 પોઇન્ટ વધીને 33,897 પોઇન્ટ પર પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાંથી બિટકોઇન, લાઇટકોઇન, ઈથેરિયમ અને પોલકાડોટ 5થી 11 ટકાની રેન્જમાં વધ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 1.079 ટ્રિલ્યન ડોલર થયું છે.

દરમિયાન, ભારતમાં નમસ્તે વેબ3 નામનો કાર્યક્રમ પાર પડ્યો હતો, જેમાં વેબ3 ક્ષેત્રે ઊભી થયેલી તકોનો વિચાર કરવામાં આવ્યો હતો. બીજી બાજુ, ક્રીપ્ટોકરન્સી ક્ષેત્રની મહાકાય કંપની ડીસીજીએ કહ્યું છે કે હાલમાં બેન્કો નબળી પડ્યાની ઘટના બાદ મોટી મોટી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ હજી પણ ક્રીપ્ટોકરન્સી કંપનીઓ બાબતે ઉત્સુક છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 8.16 ટકા (2,558 પોઇન્ટ) વધીને 33,897 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,339 ખૂલીને 34,467ની ઉપલી અને 31,227 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]