1mg, નેટમેડ્સ જેવી ઈ-ફાર્મા કંપનીઓ પર પ્રતિબંધની સંભાવના

નવી દિલ્હીઃ ઓનલાઈન દવાઓ વેચતી ઈ-ફાર્મેસી કંપનીઓ પર તાળું લાગી શકે છે. કેન્દ્ર સરકાર 1mg, નેટમેડ્સ, મેડિબડી, પ્રેક્ટો અને એપોલો જેવી ઈ-ફાર્મા કંપનીઓ પર સકંજો મજબૂત બનાવવાની તૈયારીમાં છે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય ઈ-ફાર્મેસી કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવા વિચારે છે.

મંત્રાલયને જણાયું છે કે આ ઈ-ફાર્મા કંપનીઓની કારણે યૂઝર્સના ડેટા પ્રાઈવેસીનું જોખમ છે. વળી, આ કંપનીઓ આ સેક્ટરમાં ખોટી રીતે વ્યાપાર કરી રહી છે અને દવાઓનો વિવેકહીન વેપલો કરી રહી છે. સરકાર ઓનલાઈન માધ્યમથી કોઈ પણ દવાના વેચાણ કે વિતરણને રેગ્યૂલેટ કરી શકે છે અથવા પ્રતિબંધ મૂકી શકે છે.