મોરિશિયસથી રોકાણ પર તપાસના અહેવાલે સેન્સેક્સ, નિફ્ટી તૂટ્યા

અમદાવાદઃ સપ્તાહના અંતિમ સપ્તાહમાં શેરબજાર ઘટ્યું હતું. BSE સેન્સેક્સ 793 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 234 પોઇન્ટ ઘટીને 22,519ની સપાટીએ બંધ આવ્યો હતો. વિદેશી રોકાણકારો માટે સૌથી મોટી ચિંતા ભારત-મોરિશિયસ ટેક્સ ટ્રીટીમાં કરેક્શન માટે એક પ્રોટોકોલ લાગુ થવાની શક્યતા છે. જેથી FPIએ શેરોમાં મૂડીરોકાણ માટે વધુ તપાસનો સામનો કરવો પડી શકે છે. BSE પર લિસ્ટેડ કંપનીઓમાં માર્કેટ કેપ આશરે 2.5 લાખ કરોડ ઓછા થઈ ગયા છે.

કેન્દ્ર સરકારે મોરિશિયસથી આવનારા FPI માટે સાત માર્ચે એક કરાર કર્યો હતો. જે મુજબ તેમણે હવે મહત્ત્વની તપાસથી પસાર થવું પડશે. આ સંશોધનમાં પ્રિન્સિપલ પર્પઝ ટેસ્ટ (PPT)નો પ્રસ્તાવ છે. જેનું લક્ષ્ય ટેક્સપેયર્સની સમજૂતીનો ગેરલાભ નહીં ઉઠાવી શકે. આ નિયમ હેઠળ FPIએ ભારતીય ટેક્સ ઓથોરિટીને એ બતાડવું પડશે કે તેઓ માત્ર ટેક્સનો લાભ લેવા માટે ભારતમાં મૂડીરોકાણ માટે ભારત નથી આવી રહ્યા. આ ઉપરાંત અમેરિકી ફેડ રિઝર્વ વ્યાજદરોમાં કાપનો સિલસિલો જલદી શરૂ કરવા ધારે છે, પણ મોંઘવારીના આંકડા અંદાજથી વધુ રહેવાને કારણે વ્યજદરોમાં કાપની આશા નબળી પડી છે, જેને પગલે  સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. આ સાથે US બોન્ડ યિલ્ડ વધવાથી ભારત જેવા ઊભરતા દેશોમાં આવનારો વિદેશી મૂડીરોકાણપ્રવાહ ધીમો પડે એવી શક્યતા છે.

બજારમાં આજે બધાં સેક્ટોરિયલ ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા. બેન્ક, ફાર્મા, FMCG, મિડિયા, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ઇન્ડેક્સમાં એક ટકાથી વધુ નરમ બંધ આવ્યા હતા.