શેરબજારમાં શરૂની મજબૂતી પછી નરમાઈ, સેન્સેક્સ 99 પોઈન્ટ માઈનસ

અમદાવાદ– શેરબજારમાં ત્રણ દિવસની તેજીને બ્રેક વાગી હતી. તેજીવાળા ખેલાડીઓએ શરૂની મજબૂતી પછી નફારૂપી વેચવાલી કાઢી હતી. તેમજ એફઆઈઆઈ સતત નેટ સેલર હોવાના સમાચાર પાછળ બુલ ઓપરેટરો પણ તેજીની નવી પોઝીશન બનાવતાં ગભરાટ અનુભવે છે. ગ્લોબલ માર્કેટ માઈનસ હતા, જેથી પણ શેરબજારનું સેન્ટિમેન્ટ સામાન્ય ખરડાયું હતું. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 99.36(0.29 ટકા) ઘટી 34,346.39 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી 28.30(0.27 ટકા) ઘટી 10,554.30 બંધ થયો હતો.સવારે એશિયાઈ સ્ટોક માર્કેટની તેજી પાછળ ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા ખુલ્યા હતા. જો કે એફઆઈઆઈ નેટ સેલર રહેતા તેજીવાળા ખેલાડીઓએ ઊંચા મથાળે વેચવાલી કાઢી હતી. તેમજ એશિયાઈ સ્ટોક માર્કેટ શરૂની તેજી પછી માઈનસમાં જતાં રહ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ નેગેટિવ ઝોનમાં ખુલ્યા હતા. પીએનબી કૌભાંડમાં વધુ 1300 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે, અને પીએનબીએ બીએસઈને જાણ કરી છે. આ સમાચારની પણ શેરબજાર પર નેગેટિવ ઈમ્પેક્ટ પડી હતી. પીએસયુ બેંક શેરોમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ અને નિફટી પ્લસમાંથી માઈનસમાં ટ્રેડ કરતાં થઈ ગયા હતા.

  • અંબુજા સીમેન્ટ અને એસીસીનું જોડાણ હાલ પુરતું ટળ્યું છે. શેરહોલ્ડરોની મંજૂરી બાકી છે, પણ અનેક વિધ્નો હોવાથી જોડાણ પર હાલ બ્રેક લગાવી દીધી છે. આ સમાચાર પછી એસીસી અને અંબુજા સીમેન્ટ ઘટ્યા હતા.
  • પીએનબીનું વધુ રુ.1300 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે, જે સમાચારને પગલે પીએનબીના શેરમાં વેચવાલી ચાલુ રહી હતી, પીએનબીના શેરનો ભાવ વધુ રુ.13.55(12.11 ટકા) તૂટી રુ.98.35 બંધ રહ્યો હતો., જે 20 મહિનાની નીચી સપાટીએ હતો.
  • ગીતાજંલી જેમ્સના શેરનો ભાવ વધુ રુ.1.15(4.87 ટકા) ગબડી રુ.22.45 લોઅર સર્કિટમાં બંધ રહ્યો હતો.
  • આજે બેંક, કેપિટલ ગુડ્ઝ, હેલ્થકેર-ફાર્મા, મેટલ અને પીએસયુ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ઈન્ડેક્સ માઈનસમાં બંધ રહ્યા હતા.
  • જો કે આઈટી, ટેકનોલોજી, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી સેકટરના શેરોમાં લેવાલીથી મજબૂતી હતી.
  • રોકડાના શેરોમાં વેચવાલી હતી, બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 83.82 માઈનસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 63.99 માઈનસ બંધ રહ્યો હતો.
  • બીઈએલના શેરનું બાયબેક 5 માર્ચથી 16 માર્ચે સુધી થશે
  • ફોર્ટિસ હેલ્થકેરના કાલે પરિણામો જાહેર થશે
  • એચજી ઈન્ફ્રા એન્જિનિયરીંગનો આઈપીઓ બીજા દિવસે બપોરે 2 વાગ્યા સુધીમાં 25 ટકાથી વધુ સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. આ આઈપીઓ 28 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]