રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનાં-વાદળો ઘેરાયાં: IC15-ઇન્ડેક્સમાં 4%નો ઘટાડો

મુંબઈઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનાં વાદળો ઘેરાતાં જોઈને રોકાણકારો માર્કેટમાં વધુ જોખમી પોઝિશન લેવા તૈયાર નથી. તેને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ધરાર યુક્રેનની હદમાં શાંતિરક્ષક દળના સૈનિકો મોકલી આપ્યા છે. આ ઘટના વચ્ચે અમેરિકાએ રશિયા પર નવાં પ્રતિબંધો મૂકવા માટે સહયોગી દેશો સાથે સમન્વય સાધવાની શરૂઆત કરી છે.

બીજી બાજુ, ક્રૂડ ઓઇલના ભાવ સાત વર્ષની ટોચે અને સોનાના ભાવ 14 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. સૌથી જૂની ક્રીપ્ટોકરન્સી બિટકોઇનનો ભાર 37,000ની આસપાસ ચાલી રહ્યો છે. તેના ભાવમાં 24 કલાકના ગાળામાં 5 ટકા જેટલો ઘટાડો થયો છે. બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી ઈથેરિયમના ભાવમાં 6 ટકાનું ગાબડું પડીને ભાવ 2,500 ડૉલરની આસપાસ પહોંચ્યો છે. બીજી નોંધપાત્ર ક્રીપ્ટોકરન્સીના ભાવમાં પણ ઘટાડો થયો છે. એકંદરે સમગ્ર ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન 6 ટકાના ઘટાડા સાથે 1.67 ટ્રિલ્યનના સ્તરે પહોંચ્યું છે.

આ સંજોગોમાં ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.93 ટકા (2,197 પોઇન્ટ) ઘટીને 53,757 પોઇન્ટ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ 55,954 ખૂલીને 56,849 સુધી ઉંચે અને 52,206 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ 
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
55,954 પોઇન્ટ 56,849 પોઇન્ટ 52,206 પોઇન્ટ 53,757

પોઇન્ટ

ડેટાનો સમયઃ 22-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)