સ્માર્ટફોનમાંથી હટાવો આ એપ, નહીં તો કપાઈ જશે પૈસા

નવી દિલ્હીઃ એક એવી એપ છે જે બેકગ્રાઉન્ડમાં પ્રીમિયમ કોન્ટેન્ટ સાઈન ઇન કરે છે. યુઝર્સને તેની જાણ પણ થતી નથી અને પૈસા કપાવા લાગે છે. રીપોર્ટ મુજબ એવી એપ એન્ડ્રોઇડ યુઝર્સ દ્વારા લાખોવાર ડાઉનલોડ કરી દેવાઈ છે. આ એપ વાસ્તવમાં કીબોર્ડ એપ છે.

કીબોર્ડ એપ લોકપ્રિય હોવાથી જે યુઝર્સ પોતાનું કીબોર્ડ કસ્ટમાઈઝ કરવા ઉપયોગમાં લે છે. Ai.type કીબોર્ડ તેમાંથી એક છે.જેના દ્વારા કીબોર્ડમાં કેટલાક નવા ફીચર્સ પણ એડ કરી શકાય છે.

સાઈબર સિક્યૂરિટી ફ્રમ SecureDના રીપોર્ટ મુજબ તે એપ ઇઝરાયેલમાં ડેવલપ કરવામાં આવ્યું છે. અને તેને ai.type LTD દ્વારા બનાવાયું છે. હેરાન કરવાવાળી વાત તો એ છે કે ગૂગલે તેને પ્લેસ્ટોરમાંથી જૂનમાં જ હટાવી દીધી હતી પરંતુ તે હજુ પણ એક્ટિવ છે.

આ એપ પ્લે સ્ટોર પર ન હોય તો પણ તમારા સ્માર્ટફોનમાં છે તો એ પ્રિમિયમ કોન્ટેન્ટ માટે સાઈન ઇન કરી શકે છે. 40 મિલિયનથી વધુવાર તેને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવામાં આવ્યું હતું.

આ એપ પ્રિમિયમ સર્વિસને સબસ્ક્રાઈબ કરી શકે છે અને તેના માટે તમારો મોબાઈલ ડેટા યુઝ કરાતો હોય છે. એટલું જ નહીં રીપોર્ટ મુજબ તે એપ બેટરી લાઈફને પણ ઓછી કરે છે એટલે તમે તે વાપરતાં ન હો તો પણ બેટરી ડ્રોન કરે છે.

આવી છેતરપિંડીથી બચવા માટે તમે કેટલાક પગલાં લઇ શકો છો. તેમાં એક એ છે કે પોતાના સ્માર્ટફોનમાં બિનજરુરી એપ્સ ન રાખો. જો એવી એપ ડાઉનલોડ કરી રહ્યાં છો જેના પર તમને વિશ્વાસ નથી તો તેના ડેવલપર વિશે જાણો અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી તેના વિશે જાણકારી એકઠી કરી લો.