મુંબઈઃ રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીની 90મી જયંતી પર રિલાયન્સ ફાઉન્ડેશને મોટી જાહેરાત કરી છે. રિલાયન્સ હવે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપશે. રિલાયન્સ ફાઉન્ડેશને ઘોષણા કરી હતી કે ફાઉન્ડેશન દેશમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કરનારા વિદ્યાર્થીઓ માટે આગામી 10 વર્ષોમાં રૂ. 50,000ની સ્કોલરશિપ આપશે. આ સ્કોલરશિપ ચાલુ શૈક્ષણિક સેશન એટલે કે 2022-23માં આપવામાં આવશે. અરજી 14 ફેબ્રુઆરી, 2023 સુધી કરી શકાશે. ધીરુભાઈ અંબાણીની જયંતીના પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું હતું કે મારા સસરા ધીરુભાઈ અંબાણી અમારા યુવાઓની શક્તિ અને ક્ષમતામાં વધુ વિશ્વાસ કરતા હતા. મુકેશ ને મારું માનવું છે કે આ પેઢી જ્ઞાન, સંશોધન ને નેતૃત્વના માધ્યમથી ભારતના વિકાસની વાર્તાનો સૌથી શાનદાર અધ્યાય લખશે, એમ તેમણે કહ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશને ઘોષણા કરી હતી કે એ અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યેટ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે આગામી 10 વર્ષોમાં 50,000 સ્કોલરશિપ આપશે.
આ વર્ષ ફાઉન્ડેશન દ્વારા 5000 ગ્રેજ્યુએશનના મેધાવી વિદ્યાર્થીઓને રૂ. બે લાખ અને 100 પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓને રૂ. છ લાખ સુધીની સ્કોલરશિપ આપશે.
જે વિદ્યાર્થીના ઘરની આવક રૂ. 15 લાખથી ઓછી હશે અને જે પોતાના રસના વિષયમાં સમયે ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં એડમિશન લઈ ચૂક્યા હશે- અરજી કરી શકે છે. કંપનીએ કહ્યું હતું કે એ કાર્યક્રમનો ઉદ્દેશ યુવતીઓ અને વિશેષ રૂપે વિકલાંગ વિદ્યાર્થીઓ દ્વારા અરજીને પ્રોત્સાહિત કરવાનો છે.
પોસ્ટગ્રેજ્યુએટ સ્કોલરશિપ પ્રોગ્રામ માટે કોમપ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મેથ્સ અને કોમપ્યુટિંગ, ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ, રિન્યુએબલ એન્ડ એનર્જી, મટીરિયલ સાયન્સ અને એન્જિનિયરિંગ અને લાઇફ સાયન્સ ક્ષેત્ર શિક્ષણ લેતા વિદ્યાર્થીની પસંદગી યોગ્યતાને આધારે કરવામાં આવશે.