ધીરાણ નીતિ @RBI: વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં, જીડીપી પૂર્વાનુમાન રહ્યું આ…

મુંબઈ– રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધીરાણ નીતિની સમીક્ષા રજૂ કરી છે, જેમાં આર્થિક નિષ્ણાતોના અનુમાન મુજબ આરબીઆઈએ વ્યાજ દરમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 6.5 ટકા અને રીવર્સ રેપો રેટ 6.25 ટકા યથાવત રાખ્યો છે. જેથી હવે લોન લેનારાને ઈએમઆઈ વધવાનો કોઈ ભય રહ્યો નથી. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2019 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7.4 ટકા યથાવત રાખ્યું છે.

ધીરાણ નીતિની હાઈલાઈટ્સ

–     આરબીઆઈ મોનિટરી પૉલીસીની કમિટીના 6 સભ્યોમાંથી 5 સભ્યો દરોને યથાવત રાખવાના પક્ષમાં હતા

–     રેપો રેટ 6.5 ટકા અને રીવર્સ રેપો રેટ 6.25 યથાવત

–     બેંક રેટ 6.75 ટકા ફેરફાર વગર રખાયો

–     જીડીપી ગ્રોથનું અનુમાન 7.4 ટકા યથાવત

–     જીડીપી ગ્રોથ ઓકટોબરથી માર્ચ સુધીમાં 7.2 થી 7.3 ટકા રહેશે

–     રીટેઈલ મોંઘવારી દર ઓકટોબરથી માર્ચ સુધીમાં 2.7 થી 3.2 ટકા રહેવાનું અનુમાન

–     આરબીઆઈએ એસએલઆરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે

–     હાલમાં એસએલઆરનો દર 0.50 ટકા છે.

–     આરબીઆઈએ કહ્યું છે કે એસએલઆરમાં જાન્યુઆરીથી માર્ચમાં દર ત્રણ મહિને 0.25 ટકાનો ઘટાડો કરાશે

–     આરબીઆઈની એમપીસી બેઠક 3 ડીસેમ્બરે શરુ થઈ હતી, જે આજે 5 ડીસેમ્બરે પૂરી થઈ

–     ડિજિટલ ટ્રાન્ઝક્શન પર નજર રાખવા માટે કાયદાકીય સંસ્થા બનાવવાનો નિર્ણય લેવાયો છે

–     કમિટીએ કહ્યું છે કે કાયદાકીય સંસ્થા માટે જાન્યુઆરીમાં તેનું નોટિફિકેશન જાહેર કરાશે

–     આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ ઘટ્યા છે. પ્રતિબેરલ 86 ડૉલરથી ઘટી 60 ડૉલર થયો છે.

–     જીડીપી ગ્રોથ ઘટીને 7.1 ટકા રહ્યો છે, તે અગાઉ એપ્રિલથી જૂન(પ્રથમ ત્રિમાસિકગાળામાં) 8.2 ટકા હતો.

–     ફળ, શાકભાજી, ઈડા, માછલી જેવા પ્રોટિનયુક્ત ખાદ્યપદાર્થો સસ્તા થવાથી ફુગાવો દર ઓકટોબરમાં ઘટીને 3.31 ટકા રહ્યો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]