ભારત અને યૂએઈએ બે મહત્વપૂર્ણ સમજૂતીઓ પર કર્યા હસ્તાક્ષર

0
753

અબૂધાબીઃ ભારત અને સંયુક્ત આરબ અમીરાતે પરસ્પર મુદ્રા વિનિમયની વ્યવસ્થા સહિત બે સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની યૂએઈના વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન જાયેદ અલ નહયાન સાથે વ્યાપક ચર્ચા બાદ આ સમજૂતી કરવામાં આવી છે. સમજૂતી અનુસાર ભારત ત્યાંથી તેલની આયાત વધારશે. બંન્ને નેતાઓએ વ્યાપાર, સુરક્ષા અને રક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ જોર આપ્યું. બે દિવસીય યાત્રા પર સોમવારના રોજ પહોંચેલા વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું યૂએઈ-ભારત સંયુક્ત આયોગની બેઠક પહેલા યૂએઈના વિદેશ પ્રધાને સ્વાગત કર્યું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટર પર લખ્યું કે વ્યાપક રણનૈતિક ભાગીદારીને આગળ વધારતા વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન જાયેદ અલ નહયાને 12મા ભારત યૂએઈ જેસીએમની સહ-અધ્યક્ષતા કરી. ઉર્જા, સુરક્ષા, વ્યાપાર, રોકાણ, અંતરિક્ષ, અને રક્ષા સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ગહન વાતચીત થઈ. આર્થિક અને ટેક્નિકલ સહયોગ માટે ભારત-યૂએઈ સંયુક્ત આયોગનું આ 12મું સત્ર છે.વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની યૂએઈ યાત્રા દરમિયાન મુદ્રા વિનિમયને લઈને પણ સમજૂતી થઈ, તેલની આયાત વધારવા અને આફ્રિકામાં વિકાસ સહયોગ માટે સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. બંન્ને દેશો વચ્ચે મુદ્રા વિનિયમય સમજૂતી સંબંધિત પોતાના દેશની મુદ્રામાં વ્યાપાર અને આયાત-નિર્યાત વ્યાપાર માટે અમેરિકી ડોલર જેવા ત્રીજા માનક મુદ્રાને વચ્ચે લાવ્યા વિના પૂર્વ નિર્ધારિત વિનિમય દર પર ચૂકવણીની અનુમતી આપે છે.

વિદેશ મંત્રાલય અનુસાર બંન્ને દેશો વચ્ચે ગાઢ મિત્રતાને વધુ પ્રગાઢ બનાવવામાં આવી. બંન્ને પ્રધાનોએ આને ચાલુ રાખવા પર સકારાત્મક વલણ દર્શાવ્યું અને નવા ક્ષેત્રોમાં ભાગીદારી પર જોર આપ્યું. બંન્ને દેશ મોટા વ્યાપાર ભાગીદાર છે અને બંન્ને વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર આશરે 50 અબજ ડોલર જેટલો છે. ભારતમાં થનારા તેલની આયાતનું યૂએઈ છઠ્ઠુ સૌથી મોટુ સ્ત્રોત છે.